Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં જાહેરમાં પત્તા ટીંચતા 10 શખ્સો ઝડપાયા

10-people-were-arrested-in-jamnagar-publicly

જામનગર:-જામનગરમાં દિગ્વીજ્ય પ્લોટ ખાતે જાહેરમાં પત્તા ટીંચતા 10 શખ્સોને જામનગર એલસીબીએ ઝડપી પાડી રૂા.15950નો મુદામાલ કબ્જે કર્યો છે.

આ દરોડાની વિગતો મુજબ જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ-58 ઉદ્યોગનગર કેરોસીનના ટાંકા પાસે, જુગાર રમી રહેલા રાજેશ નટુરી કુસવાહ (રહે. શકિતનગર, ખોડિયાર કોલોની), રમેશ બદરૂ કુસવાહ (રહે. શકિતનગર, ખોડિયાર કોલોની), મુકેશ કુબેરપ્રસાદ રામરમૈયા (રહે. દિગ્વીજય પ્લોટ), રાજકિશોર પપ્પુસિંહ કુસવાહ (રહે. શકિતનગર), ધર્મેન્દ્ર રામલછન કુસવાહ (રહે. શકિતનગર), સુનીલ રામભીર ધોબી (રહે. શકિતનગર), રવિન્દ્ર મોહરસિંહ સેગર (રહે. ફેસ-3), બારેલાલ નાથુરાજ જાટમ (રહે.દિગ્વીજય પ્લોટ), રવી મોહન કુસવાહ (રહે.શકિતનગર) અને ભગવાનસિંગ લાલારામ કુસવાહ (રહે. શકિતનગર)ને એલસીબીના સ્ટાફે પકડી પાડયા હતાં.

આ દરોડામાં એલસીબીએ રૂા.15950નો મુદામાલ કબ્જે કર્યો છે. એલસીબીના વસરામભાઇ આહિર, ફિરોઝભાઇ દલ અને વનરાજસિંહ મકવાણા સહિતના કાફલાએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીના દરોડા પર શંકાની સોઇ

ઉદ્યોગનગર કેરોસીનના ટાંકા પાસે જુગાર રમી રહેલા 10 શખ્સોને પકડવાની એલસીબીની કાર્યવાહી અનેક પ્રશ્ર્નો ઉભા કરી રહી છે. એલસીબીનો દાવો છે કે, 10 જેટલા જુગારીઓનું ટોળુ સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમતુ હતું. હાલ જાહેરમાં લોકો મૂત્ર વિસર્જન કરતા પણ સંકોચ અનુભવે છે ત્યારે નિર્જન ગણી ન શકાય તેવા વિસ્તારમાં જાહેરમાં 10 શખ્સો જુગાર રમતા હોવાનો દાવો અનેક શંકા પ્રેરે છે.

Related posts

રંગમતી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટમાં બેફામ ભ્રષ્ટાચાર: ગટરના પાણી ગઢની રાંગમાં ઘૂસ્યા

Nawanagar Time

ત્રીજા સ્મશાન મુદ્દે 1લી ઓકટોબરથી નગરયાત્રા

Nawanagar Time

જિલ્લા જેલના કેદીઓ માટે ચર્મરોગ નિદાન સારવાર કેમ્પ

Nawanagar Time

Leave a Comment