Nawanagar Time
ગુજરાત જામનગર

સંવેદનશીલ મતદાન કેન્દ્રોમાં 100%નો વધારો

100-increase-in-sensitive-polling-centers

આ વખતે શરૂઆતમાંજ સંવેદનશીલ કેન્દ્રોની યાદી જાહેર ન કરવા પંચનો નિર્ણય

જામનગર:-ગુજરાત લોકસભા-2014ની ચૂંટણી કરતાં આ વખતે ચૂંટણી પંચ દ્વારા કેટલાક સુધારા અને ફેરફાર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ ફેરફાર પૈકી એક ફેરફાર એવો જાણવા મળ્યો છે કે, આ વખતે પહેલાથી સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરવામાં નહી આવે.

તમામ પક્ષ દ્વારા  ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે ત્યારબાદ જ રાજ્યના કેટલા મતદાન કેન્દ્ર સંવેદનશીલ છે તેની વિગતો ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવશે તેવુ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં આવા કેન્દ્રોની સંખ્યા 10,775 જેમાં આવખતે 10 ટકાનો વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ  થાય તે પહેલા ચૂંટણી પંચ દ્વારા સંવેદનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરી દેવામાં આવ્યાં હતા. પરંતુ આ વખતે તમામ પક્ષના તમામ ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મતદાન કેન્દ્રો અલગ તારવવામાં આવશે અને બાદમાં યાદી જાહેર કરાશે.

આ સિવાય અર્ધ લશ્કરીદળ, ફ્લાઈંગ સ્ક્વોડ સહિતની ટીમોની યાદી  બાદમાં જાહેર થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, સંવેદનશીલ મતદાન કેન્દ્રો એવા જાહેર થતાં હોય છે જ્યાં ભૂતકાળની ચૂંટણીઓમાં ગેરરીતિઓ થઈ હોય અથવા તો ફરિયાદો ઊઠી હોય તથા અધિકારીઓ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યુ હોય તેવા કેન્દ્રોનો સમાવેશ કરાય છે.

Related posts

જામનગરના ડીવાયએસપીની ફરજ નિષ્ઠાને સલામ

Nawanagar Time

રખડતા ઢોર અને ઘાસ વેચાણ મુદ્દે જાહેરનામાનો ઉલાળીયો, સ્થિતિ જૈસે થે

Nawanagar Time

જામનગર જિલ્લા પંચાયતની વેબસાઈટ પર છ લાખ વિઝીટર થયાં નારાજ

Nawanagar Time

Leave a Comment