Nawanagar Time
નેશનલ

મોદી સામે 111 ખેડૂતો ઉમેદવારી નોંધાવશે

111-farmers-will-be-nominated-for-modi

તિરૂચીરાપલ્લી:-પોતાની માગણી દિલ્હી સુધી લઇ ગયા છતાં કશું ન થતા તમિળનાડુના 111 ખેડૂતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડવા માટે પોતાનું નામાંકન દાખલ કરવાની જાહેરાત કરી હતી.

નેશનલ સાઉથ ઇન્ડિયન રિવર્સ ઇન્ટરલિન્કિંગ ફાર્મર્સ અસોસિયેશનના પ્રમુખ અને તમિલનાડુના ખેડૂતોના નેતા પી અય્યાન્ધનુએ જણાવ્યું  કે રાજયના 111 ખેડૂતો મોદી સામે ચૂંટણી લડશે.

એમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય એમની ખેતપેદાશ માટે નફાકારક ભાવ સહિતની માગણીઓ ભાજપ પોતાના મેનિફેસ્ટોમાં દાખલ કરે એ આશયથી લેવામાં આવ્યો છે. દિલ્હીમાં અંદાજે 100 દિવસ સુધી ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરનાર અય્યાન્ધનુએ પત્રકારોને જણાવ્યું હતું કે  જે ક્ષણે પોતાના મેનિફેસ્ટોમાં એમની માગણી દાખલ કરવાનું આશ્વાસન આપશે, કે અમે મોદી સામે ચૂંટણી લડવાની યોજના પડતી મૂકીશું, પણ જો એવું નહીં થાય તો તેઓ ચૂંટણી લડશે. ચૂંટણી લડવાના નિર્ણયને અખિલ ભારતીય કિશાન સંઘર્ષ સમન્વય સમિતિ સહિત બધેથી ટેકો જાહેર કરાયો છે. તેઓ કોંગ્રેસ સહિત અન્ય પક્ષને એમના  પોતાની માગણી દાખલ કરવાની માગ કેમ નથી કરતા એવા સવાલના જવાબમાં એમણે જણાવ્યું હતું કે ભાજપ હજુ કેન્દ્રમાં સત્તા પર છે અને મોદી વડા પ્રધાન હોવાથી અમે અમારી માગણી ભાજપ પાસે કરી રહ્યા છીએ. અમે ભાજપ કે આપણા વડા પ્રધાનનો વિરોધ નથી કરી રહ્યા. સત્ત્મા પર આવવા અગાઉ મોદીજીએ  માગણીઓ પૂરી કરવાનું અને આવક બમણી કરવાનું આશ્વાસન આપ્યું હતું. આજેય તેઓ આપણા વડા પ્રધાન છે અને ભાજપ કેન્દ્રમાં સત્તા પર હોવાથી અમે એમની પાસે માગણી કરી રહ્યા છીએ. મને વિચાર થાય છે કે ભાજપને આવું આશ્વાસન આપવામાં શી અડચણ છે. મેં 300 ખેડૂતો વારાણસી જઇ શકે એ માટે  બુક કરાવી છે.

Related posts

અમરનાથ યાત્રીઓને ઝડપથી કાશ્મીર છોડી દેવા માટે આદેશ

Nawanagar Time

વિશ્વના સૌથી Hottest Citiesમાં 10 ભારતનાં, આ શહેર છે કે અગનભઠ્ઠી? તાપમાન 47 ડીગ્રી

Nawanagar Time

‘ગલી બોય’ને વધુ એક ઇન્ટરનેશનલ અવોર્ડ એનાયત

Nawanagar Time

Leave a Comment