Nawanagar Time
ગુજરાત

રાજસ્થાનમાં ટ્રકે કચડી નાખતાં 13 ના મોત

13-people-killed-by-crushing-truck

લગ્ન પ્રસંગે દુલ્હનને ઘોડી પર બેસાડી નાચતાં હતાં ત્યારે જ કરૂણાંતિકા સર્જાઈ: ખુશીની જગ્યાએ શોક છવાયો

પ્રતાપગઢ:-ચિત્તોડગઢ-પ્રતાપગઢ નેશનલ હાઈવે 113 પર સોમવારે રાતે લગ્નના કાર્યક્રમમાં નાચી રહેલા પરિવારજનોને એક ટ્રકે કચડી દીધા છે.

આ એક્સિડન્ટમાં અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ગયા છે જ્યારે દુલ્હન સહિત 19 લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને ઉદેપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમાંથી અમુક  હાલત ગંભીર માનવામાં આવે છે.

એસપી અનિલ કુમાર બેનિવાલના જણાવ્યા પ્રમાણે, આ એક્સિડન્ટ છોટી સાદડી પોલીસ સ્ટેશનથી સાત કિમી દૂરના અંતરે થયો હતો.

ગાડોલિયા લોહાર સમાજના લોકોએ છોકરીને ઘોડી પર બેસાડીને વરઘોડો કાઢ્યો હતો. ત્યારે એક ફૂલ સ્પીડે આવેલી ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. એક્સિડન્ટ પછી ટ્રક ચાલક ફરાર  ગયો હતો.

અઢી કલાક પછી જાન આવવાની હતી: ચિત્તોડગઢ જિલ્લાના આકોલામાંથી જાન આવવાની હતી. એક્સિડન્ટ થયો તેના અઢી કલાક પછી જાન ઘરે પહોંચવાની હતી પરંતુ આ ર્દુઘટનાના કારણે લગ્ન મોકુફ રાખવામાં આવ્યા અને જાન અડધે રસ્તેથી જ પરત ફરી હતી.

પરિવારજનોએ કહ્યું- અમે હાઈ-વે પર એક તરફ જ ચાલતા  એમબી હોસ્પિટલમાં પિતાનો ઈલાજ કરાવતા હરિરામે કહ્યું કે, વરઘોડામાં 100થી 150 લોકો હતા. ગાડીઓ સરળતાથી પસાર થઈ શકે તેટલી રોડ પર જગ્યા હતા. અમે હાઈવેની એક બાજુ જ ચાલી રહ્યા હતા એટલામાં પાછળથી ખૂબ સ્પીડમાં એક ટ્રક આવી અને તેણે લોકોને કચડી નાખ્યા. હરીરામના પિતા ગંભીર રીતે ઘાયલ છે.  તેઓ એમબી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે.જ્યારે 15 વર્ષની એક છોકરી રંજનાની સ્થિતિ પણ ગંભીર જણાવવામાં આવી છે.

Related posts

આ બસ કન્ડક્ટરને રૂ.9ની લાલચ ભારે પડી, થયું રૂ.15 લાખનું નુકસાન

Nawanagar Time

વાહ, રે..! જામ્યુકો કર્મચારીએ રાજીનામું આપ્યું અને પત્રક બીલ લાખોમાં બન્યું !

Nawanagar Time

આનંદો! રાજ્યમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં મેઘરાજાની પધરામણી

Nawanagar Time

Leave a Comment