Nawanagar Time
ગુજરાત જામનગર

14 નગરસેવિકા ઈન્દોર જઈને ’સ્વચ્છતા’ના પાઠ ભણી આવ્યા!

14-nagarsevika-went-to-indore-and-learned-cleanliness

જાહેર માર્ગો પર ગંદકીથી છલકાતી કચરા પેટીઓ મૂકી સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનો સરાજાહેર ભંગ કરનાર જામનગર મહાનગર પાલિકા દ્વારા કોના બાપની દિવાળી જેવો ઘાટ

જામનગર:-સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનો સરાજાહેર ભંગ કરી જામનગર મહાનગર પાલિકા  શહેરમાં ઠેક-ઠેકાણે જાહેર માર્ગો પર ગંદકીથી ઉભરાતી કચરાપેટીઓ ખડકવામાં આવી છે તો બીજી તરફ ‘કોના બાપની દિવાળી’ જેવા ઘાટ વચ્ચે ભાજપ-કોંગ્રેસના 14 મહિલા નગરસેવિકાઓને ઈન્દૌર ખાતે સ્વચ્છતાના પાઠ ભણાવવા સહેલગાહે મોકલતાં આશ્ર્ચર્ય સર્જાયું છે. આ સંજોગોમાં ઈન્દૌરથી સ્વચ્છતાના પાઠ ભણી આવેલા મહિલા નગર સેવિકાઓ અને સેનેટરી ઈન્સ્પેક્ટરો શહેરને કેવું  બનાવે છે? તે તરફ સૌની મીટ મંડાઈ છે.

જામનગરના 14 મહિલા કોર્પોરેટરો અને બે એસએસઆઈ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની સ્વચ્છતાના પાઠ ભણવા ગયા હતા, પરંતુ જામનગર મહાપાલિકા પોતે જ ગંદકી ફેલાવે છે એનો કોઈ ઈલાજ નથી, ત્યારે શું સ્વચ્છતાના પાઠ ભણીને આવેલા આ મહિલા નગરસેવિકાઓ કોર્પોરેશનને સ્વચ્છતાના પાઠ ભણાવશે ખરા?  સવાલો ઉઠી રહ્યાં છે.

14-nagarsevika-went-to-indore-and-learned-cleanliness
14-nagarsevika-went-to-indore-and-learned-cleanliness

સ્વચ્છતાના પાઠ ભણવા ઇન્દોર ગયેલા નગરસેવિકાઓમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. જામનગર પરત ફર્યા પછી જામનગર શહેરમાં, સ્વચ્છતા અંગે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરશે. ખાટલે મોટી ખોટ એ છે કે જામનગર મહાપાલિકા ખુદ રસ્તાઓ ઉપર કચરાના ક્ધટેઇનર મૂકે છે, તેમાંથી દિવસભર કચરો  ઉપર ઢોળાય છે, તેમાં સ્વચ્છતા ક્યાં આવી? ગત સમયમાં સ્વચ્છતાના માપદંડમાં સમગ્ર દેશમાં મધ્યપ્રદેશ રાજ્યનું ઈન્દોર શહેરને પ્રથમ નંબર મળ્યો હતો. આ શહેરની સ્વચ્છતા વ્યવસ્થા ઊડીને આંખે વળગે તેવી હતી. જે માટે ત્યાંના શાસકો, અધિકારીઓની કામ કરવાની નિયત અને શહેરીજનોએ આપેલ સહકાર મુખ્ય છે.

14-nagarsevika-went-to-indore-and-learned-cleanliness
14-nagarsevika-went-to-indore-and-learned-cleanliness

ઈન્દોર શહેરની સફાઈ, સ્વચ્છતાની જાણકારી  જામનગર મહાનગરપાલિકાના ભાજપ, કોંગ્રેસના 14 મહિલા કોર્પોરેટરો ત્રણ દિવસથી ઈન્દોર ગયા હતા ત્યાં તેમણે શહેરમાં વિવિધ વિસ્તારોની મુલાકાત કરી હતી અને સફાઈ કામગીરીની જાણકારી મેળવી હતી. આ પછી સ્થાનિક મહાનગરપાલિકાના શાસકો, અધિકારીઓની મુલાકાત કરીને તેઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે જાણકારી મેળવી હતી.

14-nagarsevika-went-to-indore-and-learned-cleanliness
14-nagarsevika-went-to-indore-and-learned-cleanliness

આ તમામ કોર્પોરેટરોએ સ્વચ્છતા અંગે મેળવેલા  તેઓ આજથી જામનગરમાં ઉપયોગ કરશે કે કેમ? કારણ કે, ગંદકીનગર તરીકે ઓળખાતા જામનગરને સ્વચ્છ-સુઘડ કેવી રીતે બનાવવું તેના વિશે મહાપાલિકાને તો કોઈ નક્કર કામગીરી કરવાનું સૂઝતું નથી. ત્યારે આ મહિલા કોર્પોરેટરો સાથે મહાનગરપાલિકાના બે એસએસઆઈ પણ ઈન્દોર જઈ સ્વચ્છતા માટેના પાઠ ભણવા પાછળ લાખો રૂપિયાનું આંધણ કર્યું છે ત્યારે  આ પૈસા જામનગરને ઉપયોગી થશે કે કેમ? તે વિશે સવાલો ઉઠી રહ્યાં છે.

 

Related posts

પીજીવીસીએલમાં કામચોરોને રાડ પડાવી દેશે નવા અધિક્ષક રાડા

Nawanagar Time

દેશનું પ્રથમ ડિઝનીલેન્ડ ગુજરાતમાં તૈયાર થશે, જગ્યા માટેની શોધખોળ શરૂ

Nawanagar Time

ખેડૂતોને માવઠાની નુકશાની સહાયમાં વિલંબ દૂર કરો: રાઘવજી પટેલ

Nawanagar Time

Leave a Comment