Nawanagar Time
ગુજરાત જામનગર

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી 15 પેસેન્જર બોટ પંદર દિવસ માટે સસ્પેન્ડ

15-passenger-boats-running-between-okha-bat-dwarka-suspended-for-fifteen-days

જામનગર:-બેટ દ્વારકા એક યાત્રા ધામ છે અહી ભારત માંથી તેમજ દેશ વિદેશમાં થી  ભાવિકો ભગવાન દ્વારકાધિશ ના મંદિર  બેટ દ્વારકા દશઁન કરવા આવેછે  આ દરેક ભાવિકો ને ફરજિયાત ઓખા થી બેટ દ્વારકા દશઁનાથે ફેરી સવિઁસ બોટમા બેસી જવાનુ હોય છે. તેમજ આ બેટ મા હનુમાન ડાડી  તથા ગુરુદ્વારા પણ આવેલ છે. જયારે જયારે  મોટા તહેવાર આવે છે ત્યારે  બેટ દ્વારકા દશઁન કરવા માટે યાત્રિકો ની  હજારો ની સંખ્યા મા ભીડ જોવા મળે છે  તેમાય ખાસકરીને  ફેરી સવિઁસ બોટ મા બોટ ની કેપેસીટી વગરના યાત્રિકો ને બોટ માલીકો બેસાડે છે આ બાબતે સ્થાનીક લેવલ થી ફરીયાદો ઉઠવા પામે છે  તેને લઇને  મેરીટાઈમ બોડઁ દ્વારા આ બોટ સંચાલકો ને ડંડ કરેછે તેમજ અમુક સમય માટે  બોટ નો.પરવાનો રદ કરે છે.

મેરી ટાઇમ બોડઁના ફરજ પરના કર્મી ફેરાદીઠ રૂા. 200નો હપ્તો લેતા હોવાની ચર્ચા

મેરી ટાઇમ બોડઁ દ્વારા આવા બોટ સસ્પેન્ડ રદ કરવાના  નિણઁય અનેકવાર કરેલ છે એ એક નાટક સમાન છે. પ્રશ્ર્ન એ છે કે બોટમાં  કેપેસીટી વગરના (લીમીટ વગરના) યાત્રિકોને મેરીટાઈમ બોડઁના કર્મચારી ફરજમાં હાજર હોય છે છતા બોટમાં યાત્રિકોને બેસાડવામાં આવે છે અને વોટર પ્રુફ જાકેટ આખી બોટમાં માત્ર ને માત્ર 10  થી 15  જોવા મળે છે. ખરેખર તો નીયમ મુજબ જેટલા યાત્રિકો બોટમા સામેલ હોય તેટલા જ  વોટર જાકેટ ફરજિયાત હોવા જરુરી હોય અહી એ સાબીત થાય છે કે કાયદા નિયમના લીરેલીરા ઉડે છે  જયારે તંત્ર દ્વારા માત્ર ને માત્ર દંડ અને સસ્પેન્ડ કરી સંતોષ મનાવાય છે. એને અમુક બોટ સંચાલકો ના મુખે એવું પણ ચચાઁ રહ્યુ છે કે મેરી ટાઇમ બોડઁના ફરજ પરના કર્મી ઓ  દ્વારા  એક બોટ ના ફેરા દીઠ રુપિયા 200 નો હપ્તો લેવામાં આવે છે જેમા ધાણા સમય પહેલા આ બાબતે એક બોટ સંચાલક દ્વારા એસીબીમાં ફરીયાદ કરીને  મેરીટાઈમ બોડઁના કર્મચારીને લાંચ રૂશ્વતમાં રંગેહાથ પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

Related posts

જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની આંદોલનાત્મક રેલી

Nawanagar Time

જામનગર, દ્વારકાના એસપી તરીકે આઈપીએસ દંપતિને સોંપાયો ચાર્જ

Nawanagar Time

કાલાવડમાં બાયો ડિઝલનું વેંચાણ બંધ કરાવો

Nawanagar Time

Leave a Comment