Nawanagar Time
ગુજરાત

ઓખાના ટાપુમાં ઘૂસણખોરી કરનાર 150 ઝડપાયા

150-people-arrested-on-the-island-of-okhana-intruder

મીઠા ચુસણા ટાપુ ઉપર ગેરકાયદે ઘુસેલા શખ્સો વિરૂઘ્ધ મરીન પોલીસની આકરી કાર્યવાહીથી ફફડાટ

ખંભાળિયા:-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ટાપુઓ ઉપર પ્રવાસનના નામે ઘૂસણખોરી થતી હોવાના અહેવાલો વચ્ચે મરીન પોલીસ દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી ટાપુ ઉપર ઘૂસેલા 1પ0 શખસોને ઝડપી લેવામાં આવ્યા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઇ વિસ્તાર સહીત આશરે બે ડઝન જેટલા સ્થળો તથા ટાપુમાં સક્ષમ અધિકારીની મંજુરી વગર પ્રવેશની  મનાઇ ફરમાવતું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા જારી કરવામાં આવ્યું છે.

આ પ્રતિબંધ વચ્ચે ઓખા મરીન પોલીસ મથક હેઠળના ઓખાથી આશરે ચૌદ નોટીકલ માઇલ દુર મીઠા ચુસણા ટાપુ પર કેટલાક શખ્સો હોવાની માહીતીના આધારે સરકારી અધિકારીઓ દ્વારા ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંતર્ગત ઓખાના કોસ્ટગાર્ડ કવાર્ટરમાં રહેતા અને મુળ તામીલનાડુ રાજયના મદુરાઇના વતની એમ. મતિવાન કે. માનીકમ (ઉ.વ.30)ની ફરીયાદ પરથી ઓખા મરીન પોલીસે સોએબ લતીફ સંઘભટ્ટી, મજીદ સાલેમામદ ભાયા, હારૂન તૈયબ ભાયા, રસીદ ઇસા સંઘાર, સુંભણીયા મોસીમ, પાલાણી આમદહુશેન, સુંભણીયા અકબર કરીમ, મુસરફ, ઇશા સંઘાર, દિપેન વી. બાલાપુરી, સબીર ભટ્ટી, બોલીમ મદ્રેસર તથા અનય 140 જેટલા શખ્સો સામે જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા સબબ ગુનો નોંધી, ઓખા મરીન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

મહાપ્રભુજીની બેઠક પાસે ઓપરેશન ડિમોલિશન

Nawanagar Time

જામ્યુકોમાં હજૂ ગૂંજતા રિટાયર્ડ ચીફ ઓડિટરના કારનામાંઓ

Nawanagar Time

લાખાબાવળના નેસડામાં અવેડાનું પાણી પીવા ‘માનવી’ મજબૂર

Nawanagar Time

Leave a Comment