Nawanagar Time
ગુજરાત જામનગર

‘અભયમ્’ 181થી અભયવચન મેળવતી હાલારની 16 હજાર મહિલાઓ

16-thousand-women-from-halar-who-received-abhaym-from-181

ત્રણ વર્ષમાં 181ની ટીમે જામનગરની 12233 અને દ્વારકાની 4294 મહિલાઓની મદદ કરી

જામનગર:-મહિલાઓને પડતી મુશ્કેલીઓ નિવારવા રાજય સરકારે 2015માં અભયમ 181 હેલ્પ લાઇન સેવાનો પ્રારંભ કર્યો હતો. જેના 3 વર્ષમાં જ હાલારની 16 હજારથી વધુ મહિલાઓએ અભયમ હેલ્પ લાઇન 181 થકી સમસ્યાઓનું સમાધાન મેળવ્યું છે રાજયમાં પ લાખથી વધુ મહિલાઓએ આ સેવાનો લાભ લીધો છે જયારે જામનગરની 12233 અને દ્વારકાની 4294 મહિલાઓની વ્હારે અભયમ 181 હેલ્પલાઇનની ટીમ આવી છે.

ગુજરાત સરકાર દ્વારા 8 માર્ચ 2015ના દિવસે મહીલા દિન નિમીતે શરૂ કરવામાં આવેલ 181 મહિલા હેલ્પલાઇન અભયમ સેવાના ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ચાર વર્ષમાં ગુજરાતમાં પ લાખથી વધુ મહિલાઓએ આ સેવાનો લાભ લઇ અને મદદ માંગી હતી ગુજરાતમાં પ લાખથી વધુ મહિલાઓએ સેવાનો લાભ મેળવતા જામનગર 181 ટીમ દ્વારા ગૌરવ દિવસ મનાવીને જિલ્લા પોલીસવડા સાથે ઉજવણી કરી હતી ચાર વર્ષમાં જામનગર જિલ્લામાં 12233 મહિલાઓને તેમજ દ્વારકા જિલ્લામાં 4294ને 181ની ટીમ દ્વારા મદદ અપાઇ છે.

181 મહિલા હેલ્પલાઇનની વિશ્ર્વનીયતા અને સરકારી વિભાગો સાથેના સુદ્રઢ માળખા સાથે જોડાણના કારણે મહિલાઓને ત્વરીત પ્રતિસાદ આપવામાં આવતો હોવાથી રાજયના તમામ જિલ્લાઓમાં 2015થી મહિલાઓને મદદ મળી રહે તે માટે 181 મહિલા હેલ્પલાઇન શરૂ કરાઇ છે. જામનગર તેમજ દ્વારકા જિલ્લામાં અભયમની ટીમ દ્વારા ઘરેલુ હિંસા લગ્ન સબંધી વિખવાદ, મહીલાઓની શારીરીક છેડતી જેવા કેસોમાં મહિલાઓની મદદ અપાઇ છે. જામનગર જિલ્લા 181 ટીમ દ્વારા 12233 મહિલાઓને સલાહ સુચન માટે આવેલા કોલમાં મહિલાઓને માર્ગદર્શન પુરુ પાડયું છે તેમજ 3166 કોલમાં સ્થળ પર પહોંચી ટીમે મહિલાને મદદ પુરી પાડી છે જયારે દ્વારકા જિલ્લામાં 4294 મહિલાઓને ફોન પર સલાહ સુચન અને માર્ગદર્શન પુરુ પાડયું છે તેમજ 1119 મહિલાઓને ટીમે સ્થળ પર મદદ આપી છે. જામનગરમાં 181 ટીમના કાઉન્સેલર ગીતાબેન બાવળવા અને દ્વારકામાં રાધીકાબેન કાઉન્સેલર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં 150 જેટલી મહિલાઓએ એપ્લીકેશન ડાઉનલોડ કરી છે.

Related posts

સિક્કામાં પોલીસકર્મી અને રોઝેદારે રક્તદાન કર્યું

Nawanagar Time

બિનજરૂરી ઘરની બહાર નીકળી કોરોનાને આમંત્રણ આપતાં નાગરિકોને સુધરી જવા જિલ્લા કલેકટરની અપીલ

Nawanagar Time

જામનગરના પીઆઈ-પીએસઆઈ સહિત પાંચ સસ્પેન્ડ

Nawanagar Time

Leave a Comment