Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારો માટે માંગ્યા 17રપ કરોડ, આપ્યા 1ર7 કરોડ!

ગાંધીનગર:-રાજ્યના અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા 51 તાલુકામાં અછત રાહત કાર્યો અને ખેડૂતોને ઇનપુટ સહાય માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ મેમોરેન્ડમ પાઠવીને 1725 કરોડની માંગણી કરી હતી.  સામે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયે આજે કરેલી જાહેરાત પ્રમાણે માત્ર 127.60 કરોડની ફાળવણી કરી છે જે માંગણીની રકમના 10 ટકા કરતાં પણ ઓછી છે.

રાજયના 51 તાલુકાના 3367 ગામો રાજ્ય સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા છે જેમાં અછત રાહતના કામો શરૂ કરવામાં આવ્યા છે. અછત રાહતની કામગીરી માટે 2900 કરોડના  અંદાજ છે. જેમાં એસડીઆરએફમાં ગુજરાતના ફાળાના 1200 કરોડ ખર્ચાશે જ્યારે વધારાના 1725 કરોડની માંગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી હતી. ડિસેમ્બર મહિનામાં ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલી કેન્દ્ર સરકારની ટીમને પણ ગુજરાત સરકારે મેમોરેન્ડમ આપ્યું હતું.

ગુજરાત સરકારે 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય તેવા 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર  છે જ્યારે 10થી 16 ઇંચનો વરસાદ પડ્યો હોય તેવા 45 તાલુકા માટે 1300 કરોડનું ખાસ પેકેજ જાહેર કર્યું હતું જેમાં ખેડૂતોને મહત્તમ 2 હેક્ટર સુધી સહાય ચૂકવવામાં આવી રહી છે. આ 1300 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

Related posts

એસ.ટી. બસ ચૂંટણીમાં રોકાતા હજારો મુસાફરો રઝળી પડયાં

Nawanagar Time

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 1ર7.ર9 મીટરે પહોંચી

Nawanagar Time

શેઢાખાઇ ગામે ત્રણ યુવાનો પર ઘાતક હૂમલો: છ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

Nawanagar Time

Leave a Comment