Nawanagar Time
ટેક્નોલૉજી

શુક્રવારથી iPhone XR પર મળશે 17,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ

17000-rupees-discount-on-iphone-xr-from-friday

તમે iPhoneનું લેટેસ્ટ મોડલ વાળો સ્માર્ટફોન આઇફોન XR ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કારણકે આવતીકાલે એપલ તેમના આઇફોન એક્સ આરને માત્ર 59,900 રુપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરશે. જ્યારે લોન્ચિંગ સમયે તેની કિંમત 76,900 રુપિયા નક્કી કરી હતી, આ રીતે આ ફોન પર 17,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે ફોન ખરીદતી વખતે તેમની ચુકવણી એચડીએફસી બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી કરો છો તો તમને 10 ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે.

તો તમે આ ફોનને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આ ફોન ખરીદો છો, તો તમને આ ઓફરનો ફાયદો થશે. 128 જીબી વેરિઅન્ટની કિંમત રૂ .64,900 થશે, જ્યારે આઇફોન XR 256 જીબી વેરિયન્ટ્સ ફોન રૂ 74,900 માં મળશે, જેની હકીકત કિંમત 81,900 રુપિયા અને 91,900 રુપિયા છે

આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. આ ઉપરાંત, તેમાં 6.1-ઇંચ એલસીડી સ્ક્રીન છે જે બેટરીને બચાવે છે, જેનું સ્ક્રીન રીઝોલ્યુશન 1792 × 828 પિક્સેલ્સ છે. પ્રોસેસર વિશે વાત કરીએ તો તેમાં એપલ એ 12 બાયોનિક પ્રોસેસર છે, જે ન્યુરલ એન્જિન પર કાર્ય કરે છે અને પ્રોસેસિંગ ક્ષમતાને વધારે છે

ફોનની પાછળ 12-મેગાપિક્સલનો સિંગલ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનના કેમેરાથી તમે 4K વિડિયો શૂટ કરી શકો છો. સેલ્ફી કેમેરા વિશે વાત કરીએ તો તેમાં 7-મેગાપિક્સલ ટ્રુ ડેપથ સેલ્ફી કેમેરો છે. ફોન વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

 

Related posts

ટેકનોલોજીના મહાકુંભ સમાન કેટલાંક આવિસ્કારો ઉપર દૃષ્ટિપાત (ભાગ: 1)

Nawanagar Time

હવે સીલિંગ ફેનને પણ મોબાઇલથી કરી શકશો કંન્ટ્રોલ, જાણો કેવી રીતે

Nawanagar Time

પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયામાં આંદોલન નહીં ચલાવવા આદેશ

Nawanagar Time

Leave a Comment