Nawanagar Time
ગુજરાત જામનગર

180 વર્ષ જૂનો ઐતિહાસિક ભૂજિયો કોઠો નવા વાઘા પહેરશે

180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas

સમયની થપાટ અને ભૂકંપથી ખળભળી જનાર જામનગરનો ભૂજિયો કોઠો કુલ 23.75 કરોડના ખર્ચે નવા રંગરૂપ ધારણ કરશે: પ્રથમ તબક્કો મંજુર

જામનગર:-સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના ના  હેઠળ જે ઇમારતનુ રેસ્ટોરેશન, ક્ધઝર્વેશન, રિહેબીલિટેશન થવાનું છે તે રાજ્યનુ સૌથી ઉંચુ રક્ષિત સ્મારક જામનગરનો ભુજીયો કોઠો વર્ષ 2001 ની 26 મી જાન્યુઆરીએ સવારે 8.45 વાગ્યે ધણધણ્યો અને જામનગરના હાજા ગગડી ગયા કેમકે 200 ફુટ ઉંચી બુલંદ ઇમારત એ પણ કાળમીંઢ પથ્થર એ તુટવા માંડે તો શું થાય? એ  પણ ધ્રુજાવી મુકેને.

180 વર્ષ જુનો આ કોઠો જેમાં આમ તો જુના વખતના પાંચ માળ નુ બાંધકામ એટલે 200 ફુટ ઉંચુ બાંધકામ છે જેમા છઠ્ઠો નાનો માળ વોચ ટાવર છે જ્યાંથી બધી તરફ વોચ રહેતી હતી તેમજ આ વિશાળ ઘેરાવા વાળા કોઠામા શસ્ત્રગાર રાખવાનુ સૌથી મોટુ રાજાશાહી વખતનુ એતિહાસીક  સમાન છે પરંતુ છેલ્લા વરસોમાં જ જોઇએ તો 1975 મા વાવાઝોડામા અને 1998 ના વાવાઝોડા મા નુકસાન થયુ ઉપરથી ભુકંપના ઝટકા ના કારણે ધણધણાટી થઇ અને જાણે કાંગરા ખર્યા હોય તેમ પથ્થરો તુટ્યા ,સાંધા ઘસાયા,લાકડાના કામ,પ્રતિમાઓ,પ્રતિકો વગેરે હચમચ્યા હતા.

180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas

ખાસ કરીને ભુકંપમા આ રાજાશાહી શસ્ત્રસરંજામના ભંડારના ચોથા,પાંચમા માળ અને  ટાવર ગણાતા છઠ્ઠા માળને વધુ નુકસાન થયુ . આ કોઠો ખંબવાળીયા નાકાથી ગઢની રાંગના બાંધકામથી જોડાયેલો છે. જે જર્જરિત થયો છે. ઉપરથી હાલ તો અઘોચર થઇ ગયો છે તેને  લાખોટા કોઠાની જેમ  દર્શનીય બનાવવાનો છે.

ઉપરના ત્રણ માળનુ નવુ બાંધકામ થાય તો જર્જરીત બાંધકામ નવુ થઇ જાય અને ફોર્ટવોલ  રિપ્રોડક્શન સહિત હેરીટેજ થીમ  ઉપર એટલે પુરાતન વારસો જાળવી ને કલાત્મક બાંધકામ જે રાજાશાહી વારસો છે તેને જાળવી ને જ નવીનીકરણ નુ આયોજન ડી.પી.આર. મા સમાવિષ્ટ છે.

જામ રણમલજી બીજાનુ આ સંભારણુ જેનો વિક્રમ સંવંત 1882ના આસો વદ 6 ના પાયો નંખાયો અને સંવંત 1895ના ભાદરવા વદ નોમના કામપુરૂ  તે 1 મે 1956 થી પુરાતત્વ વિભાગ હેઠળ રક્ષિત સ્મારક છે અને રક્ષિતમા સૌથી ઉંચુ છે જે ના નવિનિકરણ ને  પુરાતત્વ વિભાગની મંજુરી લઇ મહાનગરપાલીકાએ  કરવાનુ છે તેમ પણ સીટી એન્જીનિયર શૈલેષ જોશી પ્રોજેક્ટ પ્લાનીંગ ડે.એન્જી. ભાવેશ જાની એ વિગતો આપતા જણાવેલ છે.

સમગ્ર પ્રોજેક્ટ ને કોમ્પ્યુટર સંકલન કરી  ડિપીઆર નુ કમ્પાઇલેશન કરનાર ઓપરેટર અલ્પેશ એ જણાવ્યુ હતુ કે દરેક ઇમેજ ના અભ્યાસ માટે અમારા દરેક  સાહેબોએ કમિશનર સા. ના માર્ગદર્શન હેઠળ ખુબ જહેમત ઉઠાવી છે.

180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas
180-years-old-historical-bhuji-kotha-will-wear-new-vagas

કુલ 23.75 કરોડના આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના 8 કરોડ રૂપિયા મ્યુ. ફાયનાન્સ બોર્ડે મંજુર કર્યા છે જેનો હુકમ ગત સપ્તાહે થયો હતો  આગળની રકમ તેમજ નવીનિકરણ ની શરતો વગેરે સરકારની જોગવાઇઓ મુજબ હશે તેમ જાણવા મળે છે.

દુષ્કાળ રાહતકામમાં તેર વર્ષે બાંધકામ થયું

જામ રણમલ બીજાના સમયમાં ઉપરાછાપરી 1890, 1895 અને 1902માં જામનગરમાં દુષ્કાળ પડ્યા. આમ, દુષ્કાળમાં પ્રજાને રોજી-રોટી આપવાના હેતુથી રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવેલાં. લાખોટા તળાવ, લાખોટા કોઠો અને ભૂજિયો  ભૂજિયા કોઠાનું કામ સંવત 1882માં શરૂ થયેલું અને 13 વર્ષ તેને બાંધતાં લાગેલા. લાખોટા તળાવના દક્ષિણ કિનારે આવેલો આ વિરાટ અને ભવ્ય કોઠો અતીતની અનેક યાદને સંઘરીને ઊભો છે. ફતેહપુર સિક્રીના બુલંદ દરવાજાની જેમ જિલ્લા અને કોઠાના બાંધકામની બાબતમાં આખા દેશમાં ભૂજિયો કોઠો એના ઘેરાવા અને ઊંચાઈને કારણે અજોડ  છે. કોઠાના બાંધકામમાં કુલ 4 લાખ, 25 હજાર કોરીનું ખર્ચ થયું હતું. કોઠા ઉપર ચઢીને જામનગર શહેરનું મનોહર દૃશ્ય જોઈ શકાય છે. ઘણા લોકો એવું માને છે કે, છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે.

રેસ્ટોરેશનમાં શું શું થશે? થ્રી ઇન વન દર્શનીય રહેશે

આ કોઠાના નવિનિકરણ માં દિવાલ નવી બનશે, એન્ટરન્સ છત્રીઓ, લાકડા+ના દરવાજા બારી, નવી સીડી, પ્રતિમા રિપેરીંગ, ટીકીટ બારી, પ્રતિક નવા બનશે, વુડન વર્ક ડીઝાઇનીંગ, હાઇડ્રોલીક લીફ્ટ, સફેદ મારબલ   છતોમા પ્રતિકૃતિઓ કરવી ઉપરાંત જોઇએ તો ખંભાળીયા ગેઇટ,લાખોટો કોઠો અને ભુજીયો કોઠો ત્રણેયને જોડતો ઓવરબ્રીજ બનાવવાનુ પણ આયોજન છે જે માટે છ ફુટનો મોક્સ પણ બનાવી શકાય તેવુ આયોજન છે.

Related posts

મહાપાલિકાના કોરોના વોરિયર્સનું શોષણ કરતી એમ.જે. સોલંકી એજન્સી

Nawanagar Time

જોડિયા બંદરને પુન: ધમધમતું કરો : સરપંચ નયનાબેન

Nawanagar Time

જામનગર શહેર જિલ્લામાં સતત મેધકૃપા, છેલ્લાં પાંચ દિવસથી ભેજવાળું વાતાવરણ

Nawanagar Time

Leave a Comment