Nawanagar Time
ગુજરાત જામનગર

‘તારી સગાઇ તોડાવી નાંખીશ…’ કહી યુવતિની પજવણી કરતાં શખ્સને પાઠ ભણાવતી 181

181-to-teach-a-lesson-to-a-man-who-harasses-a-woman-say-i-will-annihilate-your-relative

જામનગર:-જામનગરમાં યુવતિને તેની સાથે કામ કરતો શખ્સ જબરદસ્તી સંબંધો રાખવા દબાણ કરતો હોય આ અંગે યુવતીએ 181 અભયમ્ની ટીમને જાણ કરતાં 181ની ટીમએ યુવકને ચેતવણી આપી યુવતિને યુવકના ચુંગલમાંથી છોડાવી
જામનગરમાં એક યુવતિને બે દિવસ પહેલાં રાત્રિના સમયે તેની સાથે કામ કરતો શખ્સ જબરદસ્તી સંબંધ રાખવા દબાણ કરતો હોય જે અંગે યુવતિએ 181ની ટીમને મદદ માટે જાણ કરી હતી. 181ની ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની માહિતી યુવતિ પાસેથી મેળવતાં જાણવા મળ્યું હતું કે, યુવતિને એક વર્ષ પહેલાં તેની કામ કરતાં યુવક સાથે મૈત્રીસંબંધ હતાં. જો કે, યુવતિની અન્યત્ર સગાઇ થઇ જતાં તે યુવાન યુવતિને બ્લેકમેઇલ કરે છે અને સગાઇ તોડી નાંખી બદનામ કરીશ તેવી ધમકી આપે છે. 181ની ટીમ યુવકના કામના સ્થળ પર પહોંચી હતી. ત્યારે યુવાન ત્યાંથી નાશી ગયો હતો અને યુવતિનો મોબાઇલ પણ સાથે લઇ હતો. જેથી યુવકના ઘરે જઇને યુવતિનો ફોન પરત અપાવ્યો હતો અને યુવતિ સાથે આવું વર્તન ન કરવા યુવકને સખત ચેતવણી આપી હતી. આ કામગીરીમાં 181 અભયમ્ ટીમના કાઉન્સેલર ગીતા બાવરવા, કોન્સ્ટેબલ ગીતાબેન ધારવિયા, પાઇલોટ વિજયભાઇ વગેરેઅ યુવતિને મદદ કરી હતી.

Related posts

આગામી SSC અને HSC પરીક્ષાના માર્ગદર્શન અંગે કાઉન્સેલિંગ રચના કરાઈ

Nawanagar Time

રાજકોટની બસ ક્યારે મળશે? ‘ભાઈ, જાવું હોય ને.. તો ડેપોએ આવતા ‘ર્યો!’

Nawanagar Time

ભારે વાહનોની નોંધણી માટે RTOનો ધક્કો નહીં ખાવો પડે, નોંધણી સરળ કરી દેવાઈ

Nawanagar Time

Leave a Comment