Nawanagar Time
ગુજરાત

દ્વારકામાંથી 189 પોસ્ટર-બેનર હટાવાયા

189-poster-banner-removed-from-dwarka

ખંભાળિયામાં લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને મિટિંગ

જામખંભાળિયા:-ભારતના ચુંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી-2019ની જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાતમાં તાા.ર3મી એપ્રિલે ચુંટણી યોજાનાર છે જે અનુસંધાને જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ  કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

ચૂંટણી જાહેર થયાથી જિલ્લામાં તમામ સરકારી યોજનાની જાહેરાતોના બેનરો, પોસ્ટરો વગેરે દુર કરવાની કામગીરી ચાલુ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 189 જેટલા પોસ્ટરો, બેનરો દુર કરાયા છે.  અધિકારી,કર્મચારીઓની રજા તથા બદલી પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તેમજ ફલાઇંગ સ્કોડ દ્વારા મોનીટરીંગ કરવામાં  રહયું છે. તેમજ ખર્ચના મોનીટરીંગ માટે વીએસટી, એસ.એસ.ટી. જેવી ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ અથવા વગર મંજુરીએ કાર્યક્રમોની કમ્પલેઇન માટે ચુંટણી કમિશન દ્વારા સીવીઝીલ નામની એપ શરુ કરવામાં આવી છે. જેમાં ફોટો વિડીયો સહિતની માહિતી અપલોડ કરી શકાશે. ઉપરાંત  જિલ્લામાં કાર્યરત 1950 ટોલ ફ્રી કોલ સેન્ટર પર પણ કમ્પલેઇન કરી શકાશે. બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતા પોલીસ અધિક્ષક રોહન આનંદે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ હથિયાર ધારકોના હથિયાર જમા કરાવવાની કામગીરી ચાલુ છે તેમજ ચુંટણી દરમ્યાન મિલીટ્રી ફોર્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ઉંધાડ, નિવાસી અધિક કલેકટર પટેલ તેમજ જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિકસ મિડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

રિલાયન્સ, એસ્સાર અને રેલવે વિરૂદ્ધ CRPC મુજબ ગુન્હો દાખલ કરવા માંગ

Nawanagar Time

ત્રીજા-ચોથા માળે કલાસીસ ચલાવવા ફાયર સેફટી સિસ્ટમ ફરજિયાત

Nawanagar Time

જામનગર લોકસભા બેઠકમાં માડમ v/s માડમ?

Nawanagar Time

Leave a Comment