Nawanagar Time
ગુજરાત

દ્વારકા મામલતદારે 20 લાખની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ

2-7-lakh-biradas-now-bacam-jamnagar-guastos

ગાડા મારગ અંગે ચાલતા કેસમાં કુરંગા ગામના ખેડુત પાસે દ્વારકા મામલતદારે લાંચ માંગ્યાનો ચોંકાવનારો આરોપ : પ્રાંતઅધિકારી કલેકટર વિરૂઘ્ધ પણ આક્ષેપો

દ્વારકા:-દેવભુમી દ્વારકા જિલ્લાના કુરંગા ગામે ખેતીની જમીન ધરાવતા ખેડુતની જમીનની આજુબાજુમાં ઘડી ડીટર્જન્ટ દ્વારા ઉદ્યોગ સ્થાપવામાં આવેલો હોય ગાડા મારગની જમીન દબાવી દેવામાં આવતાં આ મામલે દ્વારકા મામલતદાર કચેરીમાં ચાલતાં કેસ અન્વયે પોતાના તરફે ચુકાદો જોતો હોય તો મામલતદારે રૂપીયા 20 લાખ આપવા પડશે તેવું જણાવતા આ મામલે ખેડુતે ડીજીપી એન્ડ ડાયરેકટર, એન્ટી કરપ્શન બ્યુરો સમક્ષ લેખીત ફરિયાદ આપતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ચોંકાવનારી બાબત અંગે જાણવા મળતી વિગતો મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કુરંગા ગામે રહેતાં બાલુભા પબુભા કેર ઉ.વ. 37 નામના ખેડુતે ડીજીપી એન્ડ ડાયરેકટર, એન્ટી કરપ્શન બ્યુરો સમક્ષ લેખીત ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે કુરંગા ગામના રેવન્યુ સર્વે નં. 606, 504, 644, 642, 643, 638, 723, 395 અને 629ની સ્વતંત્ર તેમજ સંયુકત નામે ખેતીની જમીન ધરાવતા હોય તેમની જમીનની આજુબાજુમાં આરએસપીએલ, ઘડી ડીટર્જન્ટ દ્વારા ઉદ્યોગ સ્થાપવા હજારો વિઘા જમીન ખરીદ કરેલ છે. તથા આ હજારો વિઘા સરકારી ખરાબાની જમીન સરકારે એલર્ટ કરેલી છે. જે અમારી સ્વતંત્ર અને માલીકીને ભોગવટાવાળી જમીન ચારેય તરફ પથરાયેલી હોય અમારા ઉપરોકત સર્વે નંબરોની ચારેય બાજુ આ કંપનીએ દિવાલો બનાવી ખેતીની જમીનમાં આવનજાવનના માર્ગો બંધ કરી દિધેલ છે.

વધુમાં ગાડા મારગ અને જાહેર માર્ગ બંધ કરી દેવાતાં આ મામલે મામલતદાર દ્વારકા પ્રાંતઅધિકારી અને કલેકટર તેમજ સરકારમાં વારંવાર રજુઆત કરતાં મામલતદારની કોર્ટમાં તા. 27-8-2017 થી કેસ રજીસ્ટરે લઇ 2/18 થી કેસ ચાલે છે. આ કેસમ દરમ્યાન વારંવાર મામલતદાર બદલ્યા તથા અમુક લાંચ કેસમાં આવ્યા બાદ હાલના મામલતદાર દ્વારા તા. 29-12-2018ના રોજ પોતાને ઓફિસમાં રૂબરૂ બોલાવી જણાવેલ કે, તમારા આ કેસમાં કંપની તરફ જજમેન્ટ આપવા ઉપરી અધિકારીઓનું અને સરકારનું પ્રેસર છે.

જો તમારે તમારી તરફી કેસનું ચુકાદો જોતો હોય તો રૂા. 20 લાખ આપવા પડશે. તમે નહીં આપે તો કંપની માંગુ એટલી રકમ આપવા તૈયાર છે. આ સંજોગોમાં અમો ખેડુત આટલી મોટી રકમ કયાંથી લાવીએ. તમામ ખેતરમાં અરસ પરસ જવા માટે આદિ-અનાદી કાળથી ઉપયોગમાં લેવાતાં રસ્તા કંપની કેવી રીતે બંધ કરશે. તે અંગે મામલતદારને રજુઆત કરતાં તેઓએ સ્પષ્ટપણે કહયું હતું કે રૂા. 20 લાખ આપવા તૈયાર હોય તો જ કહેજો જો 27 તારીખ સુધીમાં નાણાં નહીં આપે તો તમારો કેસ બગાડી નાખીશ.

આ સંજોગોમાં કુરંગા ગામના ખેડુત બાલુભા પબુભા કેર દ્વારા મામલતદાર વિરૂઘ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો કરી 20 લાખની માંગણી મામલે એન્ટી કરપ્શન બ્યુરો સમક્ષ ફરિયાદ કરવામાં આવતાં હાલ આ મુદો દેવભુમી દ્વારકામાં ચકચારી બન્યો છે.

Related posts

ન્યાયની માંગ સાથે જામનગરમાં વણિક સમાજની રેલી

Nawanagar Time

કોર્પોરેશનના સિવિલ વર્કના મટિરિયલ્સમાં રોયલ્ટી ચોરીની દહેશત

Nawanagar Time

જામનગર જિલ્લાના તમામ યાર્ડ બંધ

Nawanagar Time

Leave a Comment