Nawanagar Time
ગુજરાત જામનગર

ઘુમલી પૂજારી હત્યા કેસમાં ર00 લોકોની પૂછપરછ

200-peoples-inquiries-in-the-ghumli-priest-murder-case

વિદેશથી પુત્રી આવતાં પોરબંદરમાં અગ્નિ સંસ્કાર કરાયા

જામનગર:-ભાણવડના ઘુમલીના આશાપુરા માતાજીના મંદિરના પુજારીની થયેલી હત્યામાં એલસીબીની ટીમે હત્યાના ભેદ ઉકેલવા માટે અત્યાર સુધીમાં અગાઉ લુંટ ચોરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા તેમજ પરપ્રાંતિયો મળીને કુલ 200 જેટલા લોકોની પુછપરછ કરવામાં આવી છે પરંતુ હત્યારાઓની કોઇ ચોકકસ દિશા મળતી ન હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે એસપી એ બનાવ સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ કરનાર ટીમને માર્ગદર્શન આપ્યું હતું, ઘુમલી ગામે બરડા ડુંગર ઉપર આવેલા મંદીરના પુજારી હસમુખભાઇ જયશંકરભાઇ પંડિતની લુંટના ઇરાદે ગુરુવારના સાંજે હત્યા કરવામાં આવી હતી.

પુજારી હસમુખભાઇના અમદાવાદ ખાતે રહેતા પુત્ર અને પત્ની ભાણવડ પહોંચી ગયા હતાં જયારે એક પુત્રી અમેરીકા હોવાથી તેઓ શનિવાર રાત્રીના પોરબંદર આવી પહોંચ્યા હતાં.

બપોરના સમયે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નિકળી હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના લોકો અને અગ્રણીઓ પણ અશ્રુભીની આંખે જોડાયા હતાં બ્રહ્મસમાજમાં ઘેરો રોષ જોવા મળે છે. આવતીકાલે સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટરને આવેદન આપવાનો નિર્ણય બ્રહ્મ સમાજના અગ્રણીઓએ લીધો છે.

Related posts

ઓગસ્ટ મહિનામાં સરકારી કર્મચારીઓને અઠવાડિયાની રજા

Nawanagar Time

ધારાસભ્ય હકુભાને મંત્રીપદ મળે તેવા સંકેતો

Nawanagar Time

જિલ્લામાંથી કુલ 54683 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

Nawanagar Time

Leave a Comment