Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં 20,000 વાહનો ફિટનેશ વિના ફરી રહ્યા છે

20000-vehicles-in-jamnagar-are-going-without-fitness

જામનગર આરટીઓમાં સાડા ચાર લાખથી વધુ વાહનો નોંધાયા છે: 15 હજાર ટ્રાન્સપોર્ટ વાહનો ફિટનેશ વગરના : અકસ્માતનો ભય

જામનગર:-ઝડપની મજા મોતની સજા સૂત્રોનું જામનગર જિલ્લાના હેવી વાહનચાલકો જાણે પાલન કરી રહ્યા હોય તેવા ઘાટ વચ્ચે શહેરી જીલ્લામાં ફરતાં 15 હજારથી વધુ ટ્રાન્સપોર્ટ વાહનના માલીકોએ ફિટનેશ સર્ટીફિકેટ લેવાનું મુનાશીબ ન સમજતાં અંતે આરટીઓ તંત્રએ આવા વાહનો  કાર્યવાહી કરવા ઝુંબેશ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

દેશભરમાં વાહન અકસ્માત ઓછા કરવાની સરકારે એક મુહિમ છેડી છે, અને 2020 સુધીમાં અકસ્માતો 50% સુધી ઘટાડવાનો લક્ષયાંક રાખવામાં આવ્યો છે, તે અનુસંધાને તમામે તમામ વાહનનું આરટીઓ દ્વારા ફિટનેશ શરુ કરવામાં આવ્યું છે, જામનગર જિલ્લામાં આવા 20,000 જેટલા વાહનોમાં ફિટનેશ  રહી જાય છે, આવા વાહન ધારકોને નોટિસ આપવામાં આવી છે.

જામનગરમા આરટીઓમાં નોંધાયેલા 4.5 લાખ વાહનો પૈકી 15,000 જેટલા ટ્રાન્સપોર્ટ વાહનો અને 5000 જેટલા નોન ટ્રાન્સપોર્ટ વાહનો મળીને કુલ 20,000 જેટલાના ફિટનેશ કરવાના બાકી છે, આ તમામ વાહન ધારકોને ફિટનેશ માટે નોટિસ આપવામાં આવી છે.

તમામ વાહનોને પરમીટ રીન્યુ  એટ્લે કે ફિટ્નેશમાં મુકવામાં આવે છે.  હેવી ગાડી જેમકે ટ્રક, ટ્રેલર, ટેન્કર જેવા વાહનો માટે સ્પીડો મીટર મુકવામાં આવે છે,  જેથી તેની ગતિ મર્યાદા માપ માપમાં રહે અને ફિટ્નેશ માટે આવતાં દરેક નાના મોટા વાહનોમા આગળ, પાછળ અને સાઈડની બાજુએ રેડીયમ સ્ટીકર ફરજીયાત કરવામાં આવ્યું છે, આ વિધિ વિના  પાસિંગ થતુ નથી, આ નિર્ણયને લોકો એ પણ આવકાર કર્યો છે,

રસ્તામાં બંધ પડેલા અથવા તો રસ્તા વચ્ચે રાત્રીના સમયે રોકવામાં આવતા વાહનોની પાછળ આવતા વાહનો અથડાઈ જતાં અકસ્માત સર્જાય છે, અકસ્માતો માટેનું આ મુખ્ય કારણ છે, એટલે જ ફિટનેશ માટે વાહનની આગળ,પાછળ અને સાઈડની બાજુએ રીફલેકટર જરૂરી છે.

Related posts

હાલારની શાળાઓમાં ઓનલાઈન હાજરી શરૂ

Nawanagar Time

આર.ટી.ઓ. અધિકારી ચૌધરીએ લાચારી દર્શાવીને ચેકીંગ ઝુંબેશની આપી ખાત્રી

Nawanagar Time

ઓલ ઈન્ડિયા બીએસએનએલ, પેન્શનર્સ એસો.માં જોડાવા અપીલ

Nawanagar Time

Leave a Comment