Nawanagar Time
નેશનલ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર : શું કરીએ સાહેબ ?? 210 સાક્ષીઓ રજૂ થયા પરંતુ પુરાવો એક પણ નથી…

210 witnesses were presented but there is no evidence ...

ચકચારી એવા સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટ કેસમાં 13 વર્ષ બાદ શુક્રવારે ચુકાદો આવ્યો છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આ કેસમાં તમામ આરોપીઓને દોષમુક્ત કર્યા છે. કોર્ટે ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ દોષમુક્ત કર્યા છે.

સીબીઆઈ કોર્ટે નોધ્યું કે, તમામ સાક્ષીઓ અને પુરાવાઓથી એવું સાબિત નથી થતું કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર એક કાવતરું અને હત્યા હતી. કોર્ટે એમ પણ નોંધ્યું કે પુરાવાઓ પૂરતાં નથી. તુલસી પ્રજાપતિ કેસમાં કોર્ટે કહ્યું કે કાવતરું ઘડીને તેની હત્યા કરવામાં આવી છે તે સાચું નથી.

બહુ ચર્ચિત એવા ગુજરાતના સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત ફેક એન્કાઉન્ટરમાં આજે મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર અને એજન્સીઓને આ કેસની તપાસ માટે આકરી મહેનત કરી છે. 210 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા. પરંતુ કોઈ પણ પ્રકારના સબૂત સામે આવ્યા નથી. ત્યારે કોર્ટે આ સાથે જ તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે. 13 વર્ષ જૂના આ કેસનો ચુકાદો આવતા ભારતીય રાજનીતિમાં મોટો ભૂકંપ આવ્યો છે. ગત 5 ડિસે્બરે આ મામલાની સુનવણી પૂરી થઈ હતી. વર્ષ 2005ના આ મામલામાં 22 લોકો નિર્ણયની રાહ જોઈને બેસ્યા હતા, જેમાંથી મોટાભાગના પોલીસ કર્મચારીઓ છે.

શું કહ્યું કોર્ટે…
સીબીઆઈની વિશેષ કોર્ટના જજ એસજે શર્માએ પોતાના આદેશમાં કહ્યું કે, અમને આ વાતનું દુખ છે કે, ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ કાયદા અને સિસ્ટમને કોઈ આરોપને સિદ્ધ કરવા માટે સબૂતની જરૂર હોય છે. તમામ મુક્ત થયેલા આરોપીઓને કોર્ટે કહ્યું કે, સીબીઆઈ આ વાતને સિદ્ધ નથી કરી શકી કે, પોલીસવાળાઓએ સોહરાબુદ્દીનનું હૈદરાબાદથી અપહરણ કર્યું હતું. આ વાતના કોઈ સબૂત નથી. કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવતા તમામ આરોપીઓને મુક્ત કરે છે. કોર્ટે એમ પણ કહ્યું કે, જે સાક્ષી અને સબૂત રજૂ છે તો કોઈ ષડયંત્ર કે હત્યાને સાબિત કરવા માટે પૂરતા નથી. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે, પરિસ્થિતિ અનુસાર જે પણ સાક્ષી રજૂ કરવામાં આવ્યા છે તે તેને સિદ્ધ કરતા નથી. આ ઉપરાંત તુલસીરામ પ્રજાપતિના ષડયંત્રપૂર્વક હત્યાની વાત પણ ખોટી છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ અને રાજસ્થાન એટીએસએ અમદાવાદની નજીક એક એન્કાઉન્ટરમાં મધ્ય પ્રદેશના આરોપી સોહરાબુદ્દીન શેખને ઠાર માર્યો હતો. તેના થોડા વર્ષો બાદ સોહરાબુદ્દીનના સહયોગી તુલસીરામ પ્રજાપતિને પણ એક એન્કાઉન્ટરમાં માર્યો હતો. 2010થી સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી હતી. આ મામલે ખાસ નજર ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર હતી. કેમ કે, તેઓ પણ આરોપીઓના લિસ્ટમાં સામેલ હતા. જોકે, 2014માં તેમને આરોપમુક્ત કરાયા હતા. અમિત શાહ તે સમયે ગુજરાતના ગૃહમંત્રી હતા. કેસ દરિયાન અભિયોજન પક્ષના અંદાજે 92 સાક્ષીઓ ફરી ગયા હતા. આ મહિનાની શરૂઆતમાં જ છેલ્લી દલીલ પૂરી કર્યા બાદ સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એસ.જે.શર્માએ કહ્યું હતું કે, તેઓ 21 સપ્ટેમ્બરના રોજ નિર્ણય સંભળાવશે. આ કેસમાં મોટાભાગના આરોપી ગુજરાત અને રાજસ્થાનના પોલીસ ઓફિસર હતા.

સીબીઆઈ અનુસાર, આતંકવાદીઓ સાથે સંબંધ રાખનાર કથિત ગેંગસ્ટર શેખ, તેની પત્ની કૌસર બી અને તેના સાથી પ્રજાપતિનું ગુજરાત પોલીસે એ સમયે અપહરણ કર્યું હતું, જ્યારે તે લોકો 22 અને 23 નવેમ્બર 2005ની રાત્રે હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલીમાં જઈ રહ્યા હતા. શેખની 26 નવેમ્બર, 2005ના રોજ અમદાવાદની કથિત એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હતી. તેની પત્નીને તેના ત્રણ દિવસ બાદ મારવામાં આવી હતી અને તેના મૃતદેહને સગેવગે કરાયો હતો. વર્ષ બાદ 27 સપ્ટેમ્બર, 2006ના રોજ પ્રજાપતિની ગુજરાત અને રાજસ્થાનની પોલીસે ગુજરાત-રાજસ્થાનની બોર્ડ પર ચાપરીમાં કથિત એન્કાઉન્ટરમાં ગોળી મારી હતી. આ મામલે 210 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી 92 ફરી ગયા હતા.

Related posts

મનમોહન કરતાં મોદી સરકારની રાફેલ ડીલ સસ્તી: કેગ

Nawanagar Time

ઈસરોના વિજ્ઞાનીઓએ કરી ‘રોકેટપૂજા’, નાસામાં ખવાય છે મગફળી

Nawanagar Time

‘ફાની’ બનશે ‘તોફાની’, ચાર રાજ્યમાં એલર્ટ

Nawanagar Time

Leave a Comment