Nawanagar Time
ગુજરાત

દેવભૂમિ જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા સ્વચ્છતા સર્વેક્ષણમાં 22માં સ્થાને

22th-place-in-khambhalia-hygiene-survey-headquarter-of-devbhumi-district

ખંભાળિયા:-દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજયની નગરપાલિકાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણ 19ના નામથી ખાસ સર્વે થયો હતો જે માટે પાલિકાઓને અગાઉથી જ સાવધ કરાયા હતાં ત્યારે આ પરીક્ષણની કસોટીમાં ખંભાળિયા જિલ્લાનું  મથક રરમાં નંબરે આવતા અને ખંભાળિયાની સ્વચ્છતામાં પાછળ હોય તેવા સલાયા, સિક્કા, ભાણવડ જેવા ન.પા.ના ગામો આગળ આવતાં આ સર્વે સામે પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે.

ખંભાળિયામાં ભલે સફાઇ પ્રમાણમાં રસ્તાના કામો તથા ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે નબળી હોય પરંતુ બજારોમાં નિયમિત રાત્રી સફાઇ થતા ઢગલાબંધ ગાડીઓ દ્વારા ડોર ટુ  કલેકશન નિયમિત થાય છે અને આજની તારીખે પણ જામખંભાળિયાની તુલનામાં તેનાથી આગળ નંબરો આવેલ ગામોની સ્થિતી ખંભાળિયાથી પણ નબળી છે ત્યારે આ નંબરે ભારે ચર્ચા જગાવી છે.

સર્વેક્ષણ માટે ખાનગી કંપનીને કામ સોંપાયું હોય તેમણે જેમને કામ સોંપ્યું હોય તેઓ રાજી થયા હોય તેને આગળ નંબર નારાજ થયા તેને  નંબર આપેલો હોય તેવું નગ્ન સત્ય બહાર આવતાં ભારે ચકચાર જાગી છે.

Related posts

જી.જી. હોસ્પિટલ સામેની ગેરકાયદે દુકાનો કયારે હટશે ?

Nawanagar Time

‘ટાટ’ની પરીક્ષામાં ફરિયાદ મામલે ઘટતું કરવા રાજ્યપાલનો આદેશ

Nawanagar Time

આર્થિક મોજણીમાં સહકાર આપવા જિલ્લા કલેકટરની અપીલ

Nawanagar Time

Leave a Comment