Nawanagar Time
ગુજરાત જામનગર

દ્વારકા જિલ્લામાં 239 ગામ, તલાટી મંત્રી માત્ર 152

239-villages-in-dwarka-district-talati-minister-only-152

એક તલાટીમંત્રી પાસે ત્રણ-ત્રણ ગામના ચાર્જથી લોકોના અનેક કામો પેન્ડિંગ આવકના દાખલા, કિસાન સન્માન નિધી,ઘાસ

જામનગર:-જામનગરથી અલગ પડ્યાના પાંચ વર્ષ બાદ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પુરતી જગ્યાઓ ભરવામાં આવી નથી.દ્વારકા જિલ્લામાં અનેક વિભાગોમાં અધિકારીઓની ઘટના કારણે જિલ્લામાં વહીવટ પ્રક્રિયામાં ભારે વિલંબ થઇ રહ્યો છે.જિલ્લામાં કુલ 239 ગામો આવેલા છે.જેની સામે તલાટી મંત્રીઓનું મંજુર મહેકમ 222નું છે.પરંતુ જિલ્લામાં 239 ગામો સામે માત્ર 152 તલાટી મંત્રી હોવાથી એક તલાટી મંત્રીને ત્રણ-ત્રણ ગામનો ચાર્જ  આવ્યો છે.પરિણામે ગ્રામ પંચાયતના અનેક કામો નિયમીત ન થતા હોવાની ગ્રામજનોમાં વ્યાપક ફરિયાદો ઉઠી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તલાટીમંત્રીનું 222 નું મંજુર મહેકમ છે.જેની સામે હાલમાં જિલ્લામાં 152 જેટલા તલાટીમંત્રીઓ હોવાથી જિલ્લામાં 70 જેટલા તલાટીમંત્રીની ઘટ છે.પરિણામે એક તલાટીમંત્રીને ત્રણ-ત્રણ ગામના ચાર્જ સોંપવામાં આવતા કામનું ભારણ પણ વધ્યું છે.દેવભૂમિ  કલ્યાણપુરમાં 66 ગામ અને 62 ગ્રામ પંચાયત ,ભાણવડ તાલુકામાં 55 ગામ અને 53 ગ્રામપંચાયત,ખંભાળિયા તાલુકામાં 86 ગામ અને ગ્રામપંચાયત,દ્વારકા તાલુકામાં 45 જેટલા ગામડાઓ આવેલા છે.દરેક તાલુકામાં 15થી 20 જેટલા તલાટી મંત્રીઓની ઘટ હોવાથી તલાટીમંત્રીને એક સાથે ત્રણ ગામના ચાર્જ પધરાવામાં આવ્યો છે.પરિણામે તલાટી મંત્રી એક ગામમાં પાંચ દિવસે ફરજ  આવે છે.જેથી ગ્રામજનોના અનેક કામોમાં વિલંબ થતો જણાય છે.મહત્વના દાખલાઓ આવકનો દાખલો,કિસાન સન્માન નિધીની અરજી,ઘાસ કાર્ડ જેવા અનેક કામોમાં મોડા થતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.તો બીજી બાજું એક કરતા વધારે ગામનો ચાર્જ સોંપી દેવાતા વહીવટી પ્રક્રિયામાં પાદદર્શકતાનો અભાવ જોવા મળી રહ્યો છે.

Related posts

તળાવમાં વસવાટ

Nawanagar Time

સરકાર વીજબીલ, સ્કૂલ ફી માફ કરે: ગામે ગામથી કોંગે્રસનું આવેદન

Nawanagar Time

કાલાવડના લોકો રહેશે હવે ચૂસ્ત-સ્ફૂર્ત: તાલુકા જીમ સૅન્ટરનું લોકાર્પણ

Nawanagar Time

Leave a Comment