Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારમાં ર0,423 નવા મતદારો ઉમેરાયા: 7 અન્યો વધ્યા

2423-new-voters-have-been-added-in-halaar-7-others-increased

જામનગર:-લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે, હાલારમાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગઈકાલે જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકરે પત્રકાર પરિષદ યોજી મતદારયાદી સુધારણા બાદ જામનગર સંસદીય મત વિસ્તારમાં કુલ ર04ર3 મતદારો નવા ઉમેરાયા હોવાનું જાહેર કર્યું હતું. જામનગર સંસદીય મત વિસ્તારમાં જામનગર અને દ્વારકા જિલ્લાના મળી કુલ 694 ગામોમાં વર્તમાન સ્થિતિ મુજબ 1941 મતદાન મથકોમાં ચૂંટણી પ્રક્રિયા થશે. આ તકે તેઓએ લોકસભા ચૂંટણીમાં નવા ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર આગામી લોકસભાની ચૂંટણીને લઈને સક્રિય બન્યું છે અને ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. નવા ઈ.વી.એમ. મશીનોની મદદથી ચૂંટણી યોજાશે. જ્યારે મતદાન અથવા ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ દરમ્યાન કોઈપણ શંકાજનક ગતિવિધિ અથવા પૈસાની લેતી દેતી જેવી ગેરપ્રવુતિઓ ધ્યાનમાં આવે તો ફોટા પાડીને સીધી મોબાઈલ મારફતે ફરિયાદ કરવા માટેની નવી એન્ડ્રોઈડ એપ્લીકેશન પણ શરૂ કરાઇ છે જે આચારસંહિતા લાગુ થયાની સાથે જ કાર્યરત બની જશે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રવિશંકરએ આગામી લોકસભાની ચૂંટણી અંગે પત્રકારોને માહિતગાર કરતાં જણાવ્યુ હતું કે, આગામી લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ યોજાઇ તે માટે ચૂંટણી તંત્ર વધુ સતર્ક બન્યું છે જેમાં વિવિધ માધ્યમો થકી ચૂંટણી ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગામી ચૂંટણીને લઈને ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જામનગર કલેક્ટર કચેરીમાં ઉભૂ કરવામાં આવશે. જેમાં 1950 નંબર ડાયલ કરવાથી કોઈપણ નાગરિક ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની માહિતી મેળવી શકશે. આ ઉપરાંત ચૂંટણી સમયે થતી પૈસાની હેરફેર મતદારને લાલચ આપવા માટે દારૂ સહિતના માદક પદાર્થો વગરે જેવી તમામ ગેરકાયદે પ્રવુતોને અટકાવવા સી.વી.આઈ. અને જી.આઈ.એલ. નામની બે એન્ડ્રોઈડ એપ્લીકેશન લોન્ચ કરાઇ છે જે ચૂંટણીનું જાહેરનામું શરૂ થતાં જ કાર્યરત થઈ જશે. ફરિયાદ કરનાર નાગરિકનું નામ ગુપ્ત રાખવામા આવશે અને આ ફરિયાદ પરથી નિયત કરાયેલી ટિમ જરૂરી પગલાં ભરશે.

2423-new-voters-have-been-added-in-halaar-7-others-increased
2423-new-voters-have-been-added-in-halaar-7-others-increased

જામનગર લોકસભા હેઠળ આવતી દરેક વિધાનસભા દીઠ પાંચ મતદાન મથકો એવા રાખવામા આવશે જે સંપૂર્ણ મહિલાઓથી સંચાલિત હશે. જામનગર લોકસભાની ચુંટણીમાં કોઈપણ જૂના ઈ.વી.એમ. જે જૂના વી.વી.પેટ મશીનનો ઉપયોગ કરાશે નહીં. તમામ નવા ઈ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર રવિ શંકર દ્વારા જાહેર કરાયું છે.

2423-new-voters-have-been-added-in-halaar-7-others-increased
2423-new-voters-have-been-added-in-halaar-7-others-increased

 

2423-new-voters-have-been-added-in-halaar-7-others-increased
2423-new-voters-have-been-added-in-halaar-7-others-increased

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કુલ 694 ગામોમાં 1941 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં પાંચ પાંચ મહિલા સંચાલિત મતદાન મથકો હશે એટ્લે કે જામનગર સંસદીય મત વિસ્તારમાં કુલ 35 મતદાન મથકો મહિલા સંચાલિત હશે.  તા. 01-01-18ની આજની સ્થિતિઓ જીલ્લામાં 21 હજાર નવા મતદારોનો ઉમેરો થયો છે. પરંતુ મતદાર યાદીમાં નામનો ઉમેરો કરવાની કામગીરી ચાલુ છે. તેમ પણ જિલ્લા કલેક્ટર રવિ શંકરએ જણાવ્યુ હતું.

Related posts

ઈકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરીને દરેક મંડળ સહકાર આપેઃ ક્લેક્ટર

Nawanagar Time

નુરી પાર્ક સોસાયટીમાં વીજ ધાંધિયાથી વિસ્તારવાસીઓમાં રોષ

Nawanagar Time

હાશ… જામનગરીઓને ઠંડીમાં રાહતઃ લઘુત્તમ તાપમાન ૧૩.પ ડીગ્રી

Nawanagar Time

Leave a Comment