Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના 24,684 લોકોને આયુષ્યમાન ભારતનું આરોગ્યકવચ

24684-people-of-jamnagar-are-the-healthiest-people-of-india

સરકારની આરોગ્યલક્ષી યોજનાના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઈલાજ કરાવવો જરૂરિયાતમંદ લોકો માટે સરળ બન્યો

જામનગર:-ભારત સરકાર દ્વારા વર્ષ 2018-’19ના બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જાહેરાત તા. 21-03-2018ના યુનિયન કેબીનેટની બેઠકમાં મંજુર કરવામાં આવી હતી, આ યોજના અંતર્ગત નિયત માપદંડ ધરાવતા પરિવારોને વાર્ષિક રૂા. પ લાખ સુધીનું આરોગ્ય કવચ પુરુ પાડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તા.14-06-2018ના રોજ ભારત સરકાર સાથે એમઓયુ કરી યોજનાને રાજયમાં અમલમાં મુકી હતી. જેનો જામનગરમાં લાભાર્થીઓ લાભ લઇ શકશે. જેમાં જામનગર જિલ્લામાં અત્યાર સુધી જિલ્લામાં અત્યાર સુધી 24684 કુલ ગોલ્ડન કાર્ડ આપવામાં આવ્યા છે. જામનગરમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાભાર્થી જી.જી.હોસ્પિટલ જામનગર, ગોકુલ હોસ્પિટલ, આઇકેર હોસ્પિટલ જામનગર, વી.જી.એસ. નેચરલી ધોલ હોસ્પિટલ અને જિલ્લાના પીએચસી અને સીએચસી સેન્ટર ખાતે પણ આ યોજનાના લાભાર્થીઓ લાભ લઇ શકશે.

આ યોજના વિશેની તમામ વિગતો પ્રોગ્રામ ઓફીસર ગિરીશભાઇ કાલેણાએ ‘નવાનગર ટાઇમ’ સાંઘ્ય દૈનિકને આપી હતી.

આ યોજના જામનગરમાં પણ અમલમાં મુકવામાં આવી છે આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના સફળ અમલીકરણ માટે સ્ટેટ હેલ્થ એજન્સીની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લા કક્ષાએ જિલ્લા ફરીયાદ નિવારણ સમીતીની રચના કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નોંધાયેલા પરીવારને રૂા.5 લાખ સુધીની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સહાય લાભાર્થીને આપવામાં આવશે.

આ યોજના હેઠળ સામાજીક આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ વર્ષ 2011ના નોંધાયેલ ગ્રામ્ય અને શહેરી વિભાગના 44.85 લાખ પરિવારો એટલે કે 2.5 કરોડ વ્યકિતઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Related posts

ભિક્ષાવૃતિનું દુષણ ડામવામાં જામનગર સમાજ સુરક્ષા વિભાગ નિષ્ફળ

Nawanagar Time

જામનગરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના સમયમાં ફેરફાર કરાયો

Nawanagar Time

સેફટી ટેન્કની ગંદકી જાહેરમાં છોડતા જામ્યુકોનું વાહન દેખાયું ને જાગૃત નાગરિકે….

Nawanagar Time

Leave a Comment