Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર સહિત સૌરાષ્ટ્રની 26 ટ્રેનો રદ

26-trains-canceled-in-jamnagar-including-saurashtra

રેલવેના રાજકોટ-હાપા વિભાગના વિદ્યુતીકરણના કારણે સમયપત્રક બદલાયું

જામનગર:-પશ્ર્ચિમ રેલવે તંત્ર દ્વારા હાલ રાજકોટ-હાપા વિભાગનું વિદ્યુતિકરણની કામગીરી ચાલુ હોય, સૌરાષ્ટ્રમાં દોડતી  ટ્રેનો હંગામી ધોરણે રદ કરી છે. આંશિકરૂપે 16 ટ્રેનો તેમજ 27 જેટલી ટ્રેનોને નિયત માર્ગને બદલે અન્ય રેલવે ટ્રેક પરથી ચલાવવા તંત્રએ કવાયત આદરી છે. આ બાબતે વિગતો આપતાં રેલવેના રાજકોટના પી.બી. નિનાવેએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ-હાપા રેલવે લાઇનમાં વિદ્યુતિકરણની કામગીરી ચાલુ છે. પરિણામે 26 ટ્રેનોને હાલ પુરતી  કરવામાં આવી છે. જેમાં રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેન તેમજ પોરબંદર-રાજકોટ ટ્રેન આગામી 31મી માર્ચ સુધી બંધ રહહેશે. આ બન્ને ટ્રેનો આમ તો આ કામગીરી શરૂ થઇ ત્યારથી જ બંધ છે. અમદાવાદ-સોમનાથ ઇન્ટરસીટી તા.23મી માર્ચથી 30મી સુધી, સોમનાથ અમદાવાદ ઇન્ટરસીટી તા.23થી 31 માર્ચ, રાજકોટ-અમદાવાદ તા.23થી 30 સુધી, અમદાવાદ-રાજકોટ લોકલ તા.23થી 30  જામનગર-બાંન્દ્રા હમસફર એકસપ્રેસ તા.24,26,28 અને 31 માર્ચ દરમિયાન બંધ રહેશે.

વેરાવળ-ઇન્દોર મહામના એકસપ્રેસ તા.28-3ના રોજ બંધ રહેશે. જ્યારે ભાવનગર ગાંધીનગર એકસપ્રેસ તા.23, 19,, 25 અને 30 માર્ચના દિવસોએ રેલવે પાટા પર નહિં દોડે. આ સિવાય આંશિકરૂપે 16 ટ્રેનોને બંધ કરવામાં આવી છે. જ્યારે નિયત રેલવે માર્ગને અન્ય માર્ગ પર  આવનાર 27 ટ્રેનોનો સમાવેશ થતો હોવાનું તંત્ર જણાવે છે. આ બાબતે વધુ વિગતો માટે રેલવે મુસાફરો એનટીઇસની સાઇટનો અથવા તો રેલવે ઇન્કવાયરી નંબર 139 પર સંપર્ક સાધવા રેલવે પ્રશાસને જણાવ્યું છે.

Related posts

હવે દર ત્રણ વર્ષે શિક્ષકોના વિષયો બદલવા ફરજિયાત

Nawanagar Time

ટ્રક સહિતના વાહનો ચોરતી ત્રિપૂટીને ઝડપી લેતી સિકકા પોલીસ

Nawanagar Time

મીઠાપુરમાં યુવાનને રહેસી નંખાયો

Nawanagar Time

Leave a Comment