Nawanagar Time
ગુજરાત જામનગર

ઉજ્જવલા યોજનાનો લાભ લઇ રાહતથી રસોઇ કરતી 28 હજાર બહેનો

28-thousand-women-who-had-been-cooking-for-the-benefit-of-the-brightest-scheme

ચુલાના ધુમાડા પ્રાયમસના કેરોસીનના કકળાટ અને ગંધમાંથી મુકિત મેળવતી ગૃહીણીઓ

જામનગર:-જામનગર જિલ્લામાં ઉજ્જવલા યોજનાનો લાભ 28 હજારથી વધુ બહેનોને લીધો છે અને રાહતથી રસોઇ કરે છે જેના કારણે ચુલા માટે બળતણ, ધુમાડા, પ્રાયમસ માટેના કેરોસીનના કકળાટ અને ગંધમાંથી મુકિત મેળવી ગૃહીણીઓ હાશકારો મેળવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરીવારના બહેનો જે ચુલા કે પ્રાયમસ ઉપર રસોઇ કરે છે તે તમામને ગેસ સીલીન્ડર અને ગેસકીટ આથી ઉજજવલા યોજના હેઠળ રસોઇ માટે સાનુકુળતા કરવાનું આયોજન છે. જે માટે આઠ કરોડ કનેકશન બહેનોને વિતરણ કરવાનું ઉજજ્વલા યોજના હેઠળ લક્ષ્યાંક રખાયું છે.

ગેસ સીલીન્ડર ઉપયોગમાં લઇ રસોઇ કરતી બહેનો માટે રાહત એ છે કે ધુમાડા સહીતના ત્રાસમાંથી મુકિત મળે છે. તેમજ બળતણ શોધવા કે સગડીના કોલસા શોધવા કે પ્રાયમસ માટે કેરોસીનના કકળાટમાંથી મુકિત મળે છે.

જિલ્લા પુરવઠા તંત્રની દેખરેખ હેઠળ ગેસ એજન્સીઓમાંથી ગરીબ પરીવારના બહેનોને ગેસ કનેકશન ફાળવાય છે જે માટે વારંવાર ખાસ કેમ્પ પણ યોજાય છે. આ માટે નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે જે અંગે 31067 અરજીઓ આવેલી અને અત્યારસુધી 28000ને ગેસ જોડાણ અપાયા છે હજુય આ કામગીરી અવિરત છે.

Related posts

ટોરસની અડફેટે બાઈક ચાલકનું મોત, પોલીસ તપાસ શરૂ

Nawanagar Time

બોલો લ્યો ! અમુક તલાટી રજા ઉપર જાય તો ગ્રામ પંચાયતનો વહિવટ ઠપ્પ

Nawanagar Time

જામનગર સહિત સૌરાષ્ટ્રના મહાનગરોમાં મૃત્યુદર 15ગણો વધારે

Nawanagar Time

Leave a Comment