Nawanagar Time
નેશનલ

સેલ્ફ એમ્પ્લોઈ લેબરમાં 4 ટકાનો વધારો,6 વર્ષમાં 3.2 કરોડ ખેત મજુરો બન્યા બેકાર

3-2-million-agricultural-laborers-became-unemployed-in-6-years

ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે બહાર આવી વાસ્તવિકતા એનએસઓના પિરિયોડિકલ લેબર ફોર્સનો ચોંકાવનારો સર્વે

નવી દિલ્હી:-દેશમાં એક તરફ પીએમ મોદી ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે  બીજી તરફ 6 વર્ષમાં દેશમાં 3 કરોડથી વધારે ખેતમજૂરો બેરોજગાર થયા છે. જેમાં મોદી સરકારના પાંચ વર્ષમાં પણ સામેલ છે. આ અંગે એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર વર્ષ 2011- 12 થી વર્ષ 2017-18 દરમ્યાન 6 વર્ષમાં દેશના ગ્રામીણ વિસ્તારમાં 3 કરોડથી વધારે ખેતમજુર બેરોજગાર થયા છે.

એનએસઓના પીરીયોડીક  ફોર્સ સર્વેના અહેવાલ મુજબ 6 વર્ષમાં અંદાજે 3.2 કરોડ અનિયમિત મજુર બેકાર થયા છે. જેમાં મોટા ભાગના લોકો ખેતીક્ષેત્ર સાથે જોડાયેલા હતા. તેમજ જાતીના આધારે જોઈએ ગ્રામીણ વિસ્તારમાં ખેતી અને બિનખેતી ક્ષેત્રમાં 7 .3 ટકા પુરુષ અને 3.3 ટકા મહિલા મજુર બેરોજગાર થયા હતા.

આ સર્વે અનુસાર નાણાકીય વર્ષ  વર્ષ 2011-12ની તુલનામા પુરુષ કાર્યબળ 30.4 કરોડથી ઘટીને 28. 6 કરોડ પહોંચ્યો છે. અહેવાલ અનુસાર તેની અસર એ થઈ કે સમગ્ર દેશના કાર્યબળ 4.7 ટકા ઘટી ગયું. જો કે આ અહેવાલ સેલ્ફ એમ્પ્લોઈ ફાર્મ લેબરમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમજ જાણકારોના મતે ખેતમજૂરો તાત્કાલિક માલિક બન્યા હોય  કોઈ પુરાવા મળ્યા નથી. તેથી આ સમયગાળામાં કૃષિ વિકાસદર થંભી ગયો હોવો જોઈએ. આમા ખાસ વાત એ છે કે તમામ પ્રકિયામાંથી પસાર થયા બાદ એનએસઓની મંજુરી મળવા છતાં સરકારે તેનો સર્વે જાહેર કર્યો નથી. સરકારે આ સર્વેને પ્રસિદ્ધ કરવા માટે જાણીજોઈને વિલંબ કરી રહી છે.જેના લીધે જ આ વર્ષે  બે સભ્યોએ રાજીનામું આપ્યું હતું. માનવામા આવી રહ્યું છે કે લોકસભા ચુંટણીના પગલે સરકાર આ સર્વે જાહેર કરવાથી ડરી રહી છે.

Related posts

ટ્વિટર પર પાયલ-કવિતા વચ્ચે જામી ‘કેટ ફાઇટ’

Nawanagar Time

પાન-મસાલા બાદ હવે ચાની ચૂસ્કી મોંઘી બનવાના સંકેત

Nawanagar Time

નેટફ્લિકસ માટે અનુષ્કા બનાવશે ‘માઇ’

Nawanagar Time

Leave a Comment