Nawanagar Time
ગુજરાત જામનગર

રણજીતસાગરમાં 300 એમસીએફટી પાણી ભરવા પ્લાનીંગ, જામનગર વાસી ઓ ને ઉનાળા મા તકલીફ નય પડે..

300-mcft-water-filling-planning-in-ranjitsagar

પાણી ચોરી ન થાય માટે ર8 સ્થળોએ બંદોબસ્ત: : પ્રવાહ છેલ્લા 36 કલાકના ડાઉન થયાનું જણાવતા સોર્સ: ટોટલ પાઈપલાઈન પણ નથી થઈ..!!

જામનગર : હાલાર પંથકના ઐતિહાસિક રણજીતસાગર ડેમમાં 300 એમસીએફટી પાણી ભરવા પ્લાનીંગ છે, પરંતુ જો ફલો નિયમિત રહે તો જ ફાયદો  નહી તો જૈસે થે. કેમ કે છેલ્લા 36 કલાકમાં ફલો ઓછો થયાનું સિંચાઈના મોરબી-રાજકોટ જિલ્લા જંકશનના ટેકનિકલ ક્ષેત્રમાંથી જાણવા મળ્યું છે. જો કે, ગમે તેમ તોય પાણી પહોંચશે. માળિયા હડાળા પાસેની એનસી-8માંથી મચ્છુ ડેમમાં મચ્છુમાંથી આજી-3માં આજી-3થી ઉંડ-1ના સમ્પમાં ઉંડ-1ના સમ્પથી વાગડીયા ડેમ સાઈટ પાસેની ફૂલઝર નદીમાં થઈને સાગરમાં  પહોંચે છે. હવે પરિસ્થિતિ એ છે કે એનસી આઠથી રણજીતસાગર સુધી સીધી પાઈપલાઈન નથી પાણી કટકે કટકે આવે છે. 90 કિ.મી.થી વધુના રનીંગમાં પાઈપલાઈન અને કેનાલો (ખુલ્લી)ના કોમ્બિનેશનથી પાણી પહોંચે છે. ટેકનિકલ મંદ ગતિના કારણે આ પરિસ્થિતિ છે ત્યારે આ તમામ જગ્યાએ મળીને ર8 સ્થળોએ પોઈન્ટ ઉભા કરાયા છે  રોજના લાખો રૂપિયાના પમ્પીંગ, સિક્યોરીટી, મેઇન્ટેનન્સ, પાવર વગેરે ખર્ચ તો થાય જ છે. વચ્ચે વચ્ચેથી ખૂબ ચિંતાની બાબત પાણી ચોરીની છે જેની  શરૂઆત સામાન્ય તો થઈ ગઈ છે. દિવસો જતા જતા આ સ્થિતિ વધતી જશે ત્યારે પરિસ્થિતિ વધુ કપરી  કેમ કે આ ફલો નિયમિત રહે તો જ અને ડીસ્ટર્બન્સ વગર પાણી આવે એ પાણી જ સાગરને સંપૂર્ણ ભરી શકે હાલ તો ખાબોચીયા ભરાયા છે માટે નાગરિકો માટે દર્શનીય બની રહ્યું નથી માટે આ ફલો હાલની સ્થિતિમાં તો માત્ર એક આશાનું કિરણ બની રહ્યું છે.

બીજી તરફ મહત્વની બાબત  છે કે, ગત્ ચોમાસાના હાલારમાં માત્ર 50 ટકા જ વરસાદ થયો (46 ટકા જેટલો) અને જળાશયોમાં 30 ટકા જ પાણી આવ્યા હતા તે તમામ હવે પૂર્ણ થવામાં છે. હાલ વધુમાં વધુ 11 ટકા તે પણ ડેડ વોટર સીવેજ જથ્થો-તળ વગેરે મળીને છે. ત્યારે સમગ્ર જિલ્લો જે પડધરીથી તુરંત શરૂ  છેક મોળા સુધીમાં માત્ર રણજીતસાગર ડેમ ભરવા પાછળ પણ અકળ ગણિત છે તેમ પણ ચર્ચાય છે.

300-mcft-water-filling-planning-in-ranjitsagar
300-mcft-water-filling-planning-in-ranjitsagar
300-mcft-water-filling-planning-in-ranjitsagar
300-mcft-water-filling-planning-in-ranjitsagar

કેમ કે, રણજીતસાગર ભરવાથી એક તો પાણી ખૂબ લાંબા અંતરે પહોચે છે તે દર્શાય બીજુ જામનગર શહેર સચવાય. કેમ કે, 7 લાખથી વધુ વસતી સચવાય એટલે અડધા જિલ્લાની 7 લાખથી વધુ વસતી સચવાય  બીજુ સાગરની પહોળાઇના કારણે આજુબાજુના તળ સાજા થઇ જાય એ પણ ફાયદો થાય.

300-mcft-water-filling-planning-in-ranjitsagar
300-mcft-water-filling-planning-in-ranjitsagar

પંદર દિવસ બાદ 15 થી 20 ખકઉ પાણી ઉપાડવા આયોજન

દરરોજ નિયમિત ફ્લો રહે તો જ અને તો જ 15 દિવસ બાદ દરરોજ 15 થી 20 એમએલડી પાણી ઉપાડવાનું આયોજન છે અને કુલ 300 એમસીએફટી પાણી  જાય તો રોજના 3 એમસીએફટી ઉપડે તો (જેમાંથી બાષ્પીભવન-સીવેજ-શોષાવું વગેરે બાદ પણ થાય) 100 દિવસ એટલે કે એપ્રિલ, મે, જુન સુધી પાણી તેમાંથી નિયમિત મળી રહે.

ઊંડ 1 સહિતના ડેમોના રાજકારણની વાછટ

ખાસ કરીને જુથ યોજના સહિત જામનગર શહેર અને 40 જેટલા ગામોને અસરકર્તા એટલે કે પાણી માટે ફાયદો આ મોટો ડેમ સંપૂર્ણ ખાલી છે. તે અંગે ખૂબ વિરોધ છે તેના સીવેજમાં સૌનીનું પાણી આવે છે છતાં ઊંડ 1માં નર્મદના નીર રખાતા નથી. એ રાજકારણની વાછટ હોવાની ચર્ચા છે.

રણજીત સાગરનો ઈતિહાસ

ઇ. સ. 1930માં બનેલો રણજીતસાગર ડેમ જામસાહેબ રણજીતસિંહજીએ બનાવેલો. ક્ધસલ્ટન્ટના 2000ના રિપોર્ટ મુજબ 100 વર્ષનું આ  આયુષ્ય હોઇ હવદે એક જ દાયકો જ છે. જેથી મોટા પાયે સ્ટ્રકચર મેઇનટેઇન કરવું જરૂરી છે. 52 ફુટ કુલ ઉંડાઇમાં 26 ફુટ કાપ છે અને પંપ હાઉસ સુધી 11 કિ.મી.ની ગ્રેવિટીથી આવતી કેનાલ એ 1930ની સાલનું ઇજનેરી કૌશલ્ય છે.

Related posts

દૂધના ટેમ્પોએ સ્કૂટરને અડફેટે લેતા પ્રૌઢનું મોત, ચેલા ગામના પાટિયા પાસે થયો અકસ્માત

Nawanagar Time

જામનગરમાં મધમાખીના ઝુંડે વૃદ્ધાનો ભોગ લીધો

Nawanagar Time

કોરોનાના કેસો વધતા જામનગરમાં તબીબો અને નર્સીગ સ્ટાફની શોધખોળ

Nawanagar Time

Leave a Comment