Nawanagar Time
નેશનલ

લોકસભા ચૂંટણીમાં 33 કરોડની શાહી વપરાશે

33-crore-ink-will-be-used-for-lok-sabha-elections

મૈસુર પેઈન્ટ કંપનીને ર019 લોકસભા ચૂંટણી માટે 4.પ લાખ બૉટલ અવિલોપ્ય શાહીનો ઑર્ડર અપાયો

નવી દિલ્હી:-લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે ત્યારે ચૂંટણી પંચે મતદાનના દિવસોએ મતદારોની આંગળી પર લગાડવા માટેની ખાસ, જલદી ભૂંસાઈ  જાય એવી (ઈન્ડેલિબલ) શાહીની 26 લાખ બોટલ માટેનો ઓર્ડર આપી દીધો છે જેની પાછળ રૂપિયા 33 કરોડનો ખર્ચ થશે.

સાત રાઉન્ડવાળી લોકસભા ચૂંટણીનો આરંભ 11 એપ્રિલે થશે અને મતદાનનો આખરી રાઉન્ડ 19 મે છે. પરિણામ 23 મેએ જાહેર કરાશે. 2014ની ચૂંટણી વખતે ચૂંટણી પંચે 21.5 લાખ શાહી ખરીદી હતી.  આ વખતે 4.5 લાખ બોટલ્સ વધારે ખરીદાશે, કારણ કે મતદારોની સંખ્યા પણ વધી ગઈ છે.

ચૂંટણી પંચ માટે જલદી ભૂંસાઈ ન જાય એવી શાહી બનાવવા માટેની એકમાત્ર ઓથોરાઈઝ્ડ ઉત્પાદક કંપની છે મૈસુર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ, જે કર્ણાટક સરકાર હસ્તકની અને મૈસુરુ શહેર સ્થિત કંપની છે. આ કંપનીના મેનેજિંગ  ચંદ્રશેખર ડોડામણીએ જણાવ્યું છે કે કંપનીને ચૂંટણી પંચ તરફથી ઈન્ડેલિબલ ઈન્કની 26 લાખ બોટલનો ઓર્ડર મળ્યો છે. દરેક બોટલ 10ભભની હશે.

આ ટર્નઓવર આશરે રૂ. 33 કરોડ થવા જાય છે, એમ પણ ડોડામણીએ કહ્યું છે. એમણે વધુમાં કહ્યું કે ગઈ વેળાની (2014)ની લોકસભા ચૂંટણી કરતાં આ વખતે અમને 4.5  બોટલ વધારે બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. મૈસુર પેઈન્ટ્સ કંપની ઈન્ડેલિબલ ઈન્કની મોટી નિકાસકાર કંપની છે. તે દુનિયાના 30થી વધુ દેશોમાં આ શાહીની નિકાસ કરે છે.

1962માં, ચૂંટણી પંચે કેન્દ્રીય કાયદા મંત્રાલય, નેશનલ ફિઝિકલ લેબોરેટરી અને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે મળીને મૈસુર પેઈન્ટ્સ સાથે એક કરાર કર્યો હતો  એણે લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓ માટે ઈન્ડેલિબલ શાહી સપ્લાય કરવી. ત્યારથી ભારતમાં ચૂંટણીઓ માટે આ જ કંપની શાહી સપ્લાય કરે છે. દરેક બોટલમાં 10 ક્યૂબિક સેન્ટીમીટર (સીસી) ઈન્ડેલિબલ શાહી ભરેલી હોય છે. આધુનિક માપ પદ્ધતિ અનુસાર, 1 ક્યૂબિક સેન્ટીમીટર એટલે 1 મિલીમીટર થાય.

Related posts

તબલીગ જમાતમાં જનારા નવ હજાર ઉપર કોરોનાનો ખતરો

Nawanagar Time

પેટ્રોલ થઈ શકે છે સસ્તું: ‘વિકલ્પ’ મળ્યો!

Nawanagar Time

આત્મનિર્ભર ગુજરાત યોજના-ર : નાના વેપારીઓ, કારીગરો વગેરે માટે તા. 1 જુલાઈથી ફોર્મ વિતરણ

Nawanagar Time

Leave a Comment