Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારમાં ઉમેદવારોનો રાફડો ફાટયો,જામનગર લોકસભાની બેઠક માટે 33, ગ્રામ્યની બેઠક માટે 20ફોર્મ ઉપડયા

33-for-jamnagar-lok-sabha-seat-20-forms-for-rural-seats

બન્ને બેઠકોની ચૂંટણી માટે તંત્રએ 3014 ઇવીએમની વ્યવસ્થા કરી

જામનગર:-ચૂંટણી જાહેર થયા બાદ હાલારના બન્ને જિલ્લાને સમાવતી લોકસભાની બેઠક પર તેમજ તાજેતરમાં જેની પેટા ચૂંટણી જાહેર થઇ છે તેવી જામનગર ગ્રામ્યની બેઠક પર આજથી ઉમેદવારી પત્રો આપવાનું તેમજ તા.4 સુધી સ્વીકારવાનું શરૂ થતાં આજે જામનગર ગ્રામ્યની બેઠક માટે 20 અને લોકસભાની  માટે 33 ફોર્મ ગયા હતાં.

મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ તા.4 સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે તા.5મીએ ઉમેદવારી ચકાસણી બાદ તા.8ની બપોર સુધીમાં જે તે ઉમેદવારો પોતાના નામાંકન પાછા ખેંચી શકશે. પ્રથમ દિવસે બન્ને બેઠકો માટે 59 ફોર્મ ગયા હતાં. જ્યારે પ્રથમ દિવસે  પણ ફોર્મ ભરાયું નથી.

ઉલ્લેખનિય છે કે, ગત વખતે લોકસભાની બેઠક પર 25 ઉમેદવારોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું હતું. આ વખતે પણ તેવા જ અણસાર દેખાય છે. જામનગરની ગ્રામ્યની બેઠક માટે પ્રથમ દિવસે જ 21 ફોર્મ ઉપડયા હોવાથી આ બેઠક માટે પણ ઉમેદવારોનો રાફડો ફાટે તેમ જણાય છે. જો 16થી  ઉમેદવાર નોંધાશે તો દરેક બુથમાં બે-બે યુનીટ રાખવા પડશે. હાલારમાં લોકસભાની બેઠક માટે 1941 મતદાન મથકો છે અને જામનગર ગ્રામ્યની બેઠક પર 277 મથકો છે. જેને કારણે 140 ટકાના ધોરણે સ્ટેન્ડ બાય સહિતના લોકસભાની ચૂંટણી માટે 2717 અને જામનગર ગ્રામ્યની બેઠક માટે 387 ઇવીએમ મશીનની તંત્રએ વ્યવસ્થા કરી છે.

લોકસભા બેઠક માટે પ્રથમ અપક્ષ મહિલા ઉમેદવારે ફોર્મ

જામનગર લોકસભા બેઠક માટે પ્રથમ અપક્ષ મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું છે. બીજા દિવસે લોકસભા બેઠક માટે 14 અને 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે  19 ફોર્મનો ઉપાડ થયો છે.

લોકસભા ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત 28 માર્ચથી 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમયગાળો નક્કી કરાયો છે. 28 માર્ચ ગુરૂવારના ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે જામનગર લોકસભા બેઠક માટે 38 ફોર્મનો ઉપાડ થયો હતો. સાથે 77-જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી પણ સાથે જાહેર કરવામાં આવી છે ત્યારે  ગ્રામ્યની બેઠક માટે પ્રથમ દિવસે 24 ફોર્મ ઉપડયા હતાં. જયારે શુક્રવારે બીજા દિવસે લોકસભા બેઠક માટે વધુ 14 ફોર્મ અને 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે વધુ 19 ફોર્મનો ઉપાડ થયો છે. જામનગર લોકસભા બેઠક પર શુક્રવારે ભાવનાબા જાડેજાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.

Related posts

ખીજડા મંદિર ખાતે પાંચ દિવસીય પ્રાકટ્યોત્સવનો પ્રારંભઃ 400 વર્ષથી ઉજવાતી પરંપરા

Nawanagar Time

કોરોના લોકલ સંક્રમણ સામે શહેરીજનો સજાગતા આવશ્યક

Nawanagar Time

નગરપાલિકા વિસ્તારમાં રસ્તા રીપેરીંગની ગ્રાન્ટ ફાળવણીમાં લાલિયાવાડી

Nawanagar Time

Leave a Comment