Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાંથી શંકાસ્પદ હિલચાલ કરતી 38 મહિલા ઝડપાઇ

38-women-arrested-in-suspicious-move-from-khambhadia

મૂળ રાજસ્થાનની અને અમદાવાદ બાદ ખંભાળિયા આવેલી આ મહિલાઓ ગુન્હો આચરે તે પહેલાં જ દબોચી લેવાઈ

ખંભાળિયા:-ખંભાળિયા શહેરમાં સોમવારે સવારે રાજસ્થાનની મુળ રહેવાસી એવી 38 જેટલી યુવતિઓ પોલીસે શંકાના આધારે ઝડપી લીધી હતી. આ બાબતે શહેરમાં વિવિધ પ્રકારની અફવાઓ વચ્ચે દિવસભર ભારે ચકચાર જગાવી હતી.

ખંભાળિયા શહેરમાં સ્થાનિક પી.આઇ. અરવિંદસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા સોમવારે સવારે પેટ્રોલીંગ દરમ્યાન અહિંના જુદા જુદા વિસ્તારોમાં કેટલીક યુવતિઓ મહિલાઓ  હોવાની બાતમીના આધારે પરપ્રાંતિય પોષાક સાથેની આ યુવતિઓ તથા મહિલાઓ પાસે મહિલા પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસને જોઇ આ સ્થળે રહેલી 38 જેટલી 22થી 42 વર્ષ સુધીની વયની પરિણિત તથા અપરિણિત યુવતિઓ અને મહિલાઓએ તેઓની હાજરી છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી પી.આઇ. એ.બી. જાડેજા તથા સ્ટાફે  તમામ 38 જેટલી યુવતિઓ મહિલાઓની સી.આર.પી.સી. કલમ 109 હેઠળ અટકાયત કરી સઘન પુરપરછ કરી હતી.

પોલીસની પુછતાછમાં આ યુવતિઓ-મહિલાઓ અગાઉ મુળ રાજસ્થાનની અને હાલ અમદાવાદના છારાનગર, ઓઢવ વિસ્તારની હોવાનું ખુલવા પામ્યું હતું. આ મહિલાઓ પાસેથી તેમના અમદાવાદના આધાર કાર્ડ પણ સાથે હતાં. જેથી તેઓને મોડી સાંજે અહિંના મામલતદાર સમક્ષ  કરી જામીન મુકત કરાયા હતાં. પોલીસે આ તમામને રાત્રીની વળતી ટે્રન મારફતે અમદાવાદ મોકલવાની પણ તજવીજ કરી હતી.

38-women-arrested-in-suspicious-move-from-khambhadia
38-women-arrested-in-suspicious-move-from-khambhadia

આ અંગે પોલીસ દ્વારા વધુમાં જાણવા મળતી વિગત મુજબ 38 પૈકી 33 જેટલી પરિણિત તથા અપરિણિત યુવતિઓ 22 થી 27 વર્ષ સુધીની હતી. જયારે પાંચ મહિલાઓ 40 થી 42 વર્ષની વયની

આ યુવતિઓ-મહિલાઓ આજે સવારે જ ખંભાળિયાના આવી હોવાનું અને શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મેઇન બજાર, પોરબંદર રોડ વિગેરે જુદા-જુદા વિસ્તારોમાં ફેલાઇ ગઇ હતી. તેઓનું કામ પૈસા કમાવવાનું હોવાનું પણ પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.

38-women-arrested-in-suspicious-move-from-khambhadia
38-women-arrested-in-suspicious-move-from-khambhadia

આટલું જ નહિં, આના અનુસંધાને પોરબંદર પોલીસ પણ અત્રે આવી હતી. અને થોડા દિવસ  પાંચ મહિલાઓ દ્વારા આચરવામાં આવેલા એક ગુના બાદ ફરાર થઇ ગયેલી પાંચ મહિલાઓની શોધખોળ માટેનો પ્રયાસ કરાયો હતો.

આ સમગ્ર બાબતે શહેરભરમાં વિવિધ પ્રકારની અટકળો-અનુમાનો સાથે અફવાઓનો દૌર ફેલાયો હતો. આ ઉપરાંત શહેરની મહિલાઓમાં દહેશતભરી વાતો પણ પ્રસરી હતી. આ પ્રકરણ બાદ પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો.

Related posts

રાજ્યમાં એન્જિનિયરિંગની 18 હજાર બેઠકો ખાલી

Nawanagar Time

કાલાવડ ખાતે આશા વર્કર બહેનોનું સંમેલન યોજાયુ.

Nawanagar Time

હાલારના આકાશમાં છવાશે ‘નવાનગર ટાઇમ’ના પતંગ

Nawanagar Time

Leave a Comment