Nawanagar Time
નેશનલ

J&K: સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટ ચાલુ, મેજર સહિત 4 જવાન શહીદ

4-jawans-martyrs-including-major

શ્રીનગર:- જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળ વચ્ચે એન્કાઉન્ટરમાં એક મેજર સહિત 4 જવાનો શહીદ થયાના સમાચાર મળી રહ્યાં છે. સોમવાર સવારે પુલવામાના પિંગલીના વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ એક ઘરમાં છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા.

ત્યારબાદ સેનાની 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મૂ કાશ્મીર પોલી અને સીઆરપીએફની 182/183 બટાલિયનની જોઇન્ટ ટીમ મોરચો સંભાળતા આ એન્કાઉન્ટરને અંજામ આપ્યો છે. સુરક્ષા દળ દ્વારા પોતાને ઘેરાયલા જોઇ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. તેને સામે જવાબ આપતા સુરક્ષા દળના જવાનોએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં એક મેજર, એક હેડ કોન્સ્ટેબલ અને બે સૈનિકો શહીદ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, પુલવામામાં સીઆરપીએફના જવાનો પર હુમલો કરનાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ છુપાયેલા છે. આતંવાદીઓની છૂપાયા હોવાની સુચના બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ આતંકવાદીઓએ ભારતીય સૈનિકોની જાણ થતા સુરક્ષા દળ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. ભારતીય સુરક્ષા દળને પણ જવાબી કાર્યવાહી કરતા આતંકવાદીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધુ છે. જણાવી દઇએ કે, 14મી ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો.

આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય જવાનો ગંભરી રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલા બાદ સમગ્ર દેશવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે અને પૂરા દેશમાંથી આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે સખત કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે કોઇપણ પ્રકારે આ હુમલાના જવાબાદોને છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે સુરક્ષા દળોને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છુટ આપવામાં આવી છે.

Related posts

રાફેલ ડિલ પર સુપ્રિમના નિર્ણય બાદ અનિલ અંબાણીએ કહ્યું કે…

Nawanagar Time

વિલેજ ઓફ એક્સલેન્સ માટે હવે ઈઝરાયેલની મદદ લેવામાં આવશે

Nawanagar Time

રવીના, ફરાહ, ભારતીને પોલીસે પાઠવ્યું સમન્સ

Nawanagar Time

Leave a Comment