Nawanagar Time
ગુજરાત જામનગર

જાંબુડા નજીક ચાર મોરના મોત

4-peacockes-died-near-jambuda-in-jamnagar

ત્રણની હાલત ગંભીર, ફુડપોઇઝન કારણભૂત

જામનગર:-જામનગરના જાંબુડા ગામ નજીકથી બેશુઘ્ધ હાલતમાં મળી આવેલા સાત પૈકીના ચાર મોરના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. જ્યારે અન્ય ત્રણ મોરની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. મોરના મોત પાછળ ફુડ પોઇઝન કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે.

વિગતો મુજબ જાંબુડા ગામના મહાદેવ મંદિર પાસે મોર બેશુઘ્ધ હાલતમાં પડયા હોવાની જાણ જામનગર બર્ડ હોસ્પિટલને કરવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા સાત મોર બેશુઘ્ધ હાલતમાં મળી આવ્યા હતાં. બર્ડ બેશુઘ્ધ હાલતમાં મળી આવ્યા હતાં. બર્ડ હોસ્પિટલની ટૂકડીએ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી.

જોકે સ્થળ પર એક મોરનું મોત નિપજ્યું હોવાનું ઘ્યાને આવ્યું હતું. જોકે ત્યારબાદ મૃતઆંક ચાર સુધી પહોંચી ગયો હતો. હાલ ત્રણ મોરની હાલત ખુબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતથી જાણ વનવિભાગને કરવામાં આવ્યું છે. મોરના મૃત્યુ પાછળ ઝેરી પદાર્થ ખાવાથી ફુડપોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળે છે. આ મામલે હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

4-peacockes-died-near-jambuda-in-jamnagar
4-peacockes-died-near-jambuda-in-jamnagar
4-peacockes-died-near-jambuda-in-jamnagar
4-peacockes-died-near-jambuda-in-jamnagar

Related posts

જગત મંદિર ગંદકીમાં ઘેરાયું

Nawanagar Time

જામનગર જીઆઈડીસીના અધિકારીઓ સામે સીએમને સ્ફોટક પત્ર લખતું એસોસિએશન

Nawanagar Time

ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં હવે આચાર્યને ફાજલનું રક્ષણ

Nawanagar Time

Leave a Comment