Nawanagar Time
ગુજરાત જામનગર

૫ોરબંદરના એક સગર્ભાને સ્વાઈનફ્લૂના કારણે જામનગરના જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો…

5-a-pregnant-woman-in-gondia-due-to-swine-flu-hospitalized

જામનગર તા. ૩ઃ પોરબંદરના એક સગર્ભાને જામનગરની હોસ્પિટલમાં સારવાર અને પરીક્ષણ દરમ્યાન સ્વાઈનફ્લૂ હોવાનો પોઝિટિવ રિપોર્ટ મળ્યો હતો. તેણીને પાંચ માસનો ગર્ભ છે.

જામનગરમાં લાંબા સમયથી ડેન્ગ્યુ ચીકનગુનિયાએ હાહાકાર મચાવ્યો છે. પરંતુ શિયાળાની સીઝનમાં વધુ દેખાદેખી  સ્વાઈનફ્લુના રોગમાં આ વર્ષ રાહત જોવા મળી હતી. પરંતુ હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડમાં એક દર્દી સારવાર હેઠળ છે.

પોરબંદરના એક સગર્ભા ને બે દિવસથી તાવ, શરદી, ઉધરસની બીમારીના કારણે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના જરૃરી પરીક્ષણ કરાવવામાં આવતા તેમને સ્વાઈનફ્લૂ હોવાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેણીને પાંચ માસનો ગર્ભ છે. આથી હાલ તેમને આઈશોલેશન વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર શરૃ કરવામાં આવી છે. આમ ચાલુ શિયાળાની સીઝનમાં સીઝનલ (સ્વાઈન) ફ્લૂ નો જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે

Related posts

માસ્ક પહેરીશ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીશ, જામનગર પ્રતિજ્ઞાબદ્ધ

Nawanagar Time

કથળેલી શિક્ષણ વ્યવસ્થા વચ્ચે જામનગરના શ્રેષ્ઠ નવ શિક્ષકોનું સન્માન

Nawanagar Time

અમાન્ય શિક્ષકો મામલે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા તડાફડી

Nawanagar Time

Leave a Comment