Nawanagar Time
ધાર્મિક

5 રાજ્યોના ચૂંટણી પરિણામની સટીક ભવિષ્યવાણી, જાણો કોની બનવા જઈ રહી છે સરકાર

કોઇ વ્યક્તિ કયા ક્ષેત્રમાં સફળ થશે અને કયા ક્ષેત્રમાંથી તેને ધનલાભ થશે, આ બધા જ પ્રશ્નોના જવાબ આપે છે જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળી અધ્યયનથી જ ખબર પડે છે કે, વ્યક્તિ રાજકારણમાં સફળ થશે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર.અનુસાર કુંડળીના લગ્નના આધારે કેટલાક એવા યોગ બને છે જેના કારણે વ્યક્તિને રાજકારણમાં નામ અને પૈસો મળે છે.

પાંચ રાજ્ય(છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, મણિપુર) ચૂંટણી પરિણામ, કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટી અને વિપક્ષ દળો માટે પ્રતિષ્ઠા અને 2019ની સામાન્ય ચૂંટણીનું સેમિફાઈનલ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે 5 રાજ્યમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે મકર લગ્ન હતુ. જે ભાજપની જન્મ કુંડળીનો અષ્ટમ ભાવ (મૃત્યુ અથવા પરિવર્તન) તેમજ કોંગ્રેસની કુંડળીમાં લાભ સ્થાન ધરાવે છે.

ચૂંટણીના પરિણામના દિવસે ચંદ્રમા જે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જનતાનો અભિપ્રાય અને મન તેમજ ભાવનાઓનો કારક છે. રાહુ-કેતુથી મકર રાશિમાં ગ્રહણ લાગશે. તે સત્તાધીશ પાર્ટી અને તેના સર્વોચ્ચ નેતા માટે સારા સંકેત નથી. કેમકે વર્તમાનમાં ચંદ્રની મહાદશા ચાલી રહી છે.

કોંગ્રેસ (02-01-1978, નવી દિલ્હી)

કોંગ્રેસનું મીન લગ્ન છે અને તેની મહાદશા ગુરૂ અને અંતરદશા શુક્ર ચાલી રહી છે. વર્તમાનમાં ગુરૂ જે લગ્નેશ છે અને નવમાં ભાવમાં છે એટલેકે ભાગ્ય સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. એટલેકે ભાગ્યને મજબુત કરશે, ભાગ્યશાળી સમયનો સંકેત આપે છે.
ચૂંટણી પરિણામના દિવસે ગુરૂ, શુક્ર, સૂર્ય વર્તમાનમાં શનિ દશમાં સ્થાને છે. સિંહાસનના ચતુર્થ ભાવને જોઈ શકાય છે. સૂર્ય ભાગ્ય સ્થાન પર છે.

ભાજપ (06-04-1980, નવી દિલ્હી)

ભાજપની મિથુન લગ્ન કુંડળી છે, વર્તમાનમાં તેની મહાદશા ચંદ્રમા ચાલી રહ્યો છે, જે કુંડળીમાં નીચના સ્થાને છઠ્ઠા સ્થાને છે. જે કેમદ્રુમ યોગ બનાવે છે.

આવો જાણીએ કોને કહેવાય લગ્ન ભાવ:

કુંડળીના પહેલા ભાવને લગ્ન ભાવ કહેવાય છે, આ ભાવમાં જે રાશિ હોય છે, કુંડળી તે જ લગ્નની ગણાય છે.

મેષ લગ્ન: આ લગ્નની કુંડળી હોય તો, તેના સૂર્ય, મંગળ, શનિ અને રાહુ શુભ હોય તો વ્યક્તિ રાજનેતા બને છે.

વૃષભ લગ્ન: આ લગ્નની કુંડળી હોય તો, સારી સ્થિતિનો રાહુ રાજકારણમાં પ્રવેશ અપાવે છે. રાહુ સાથે શુક્ર પણ શુભ હોય તો, રાજકારણમાં સફળતા મળે છે.

મિથુન લગ્ન: શનિ, સૂર્ય, બુધની શ્રેષ્ઠ સ્થિતિના કારણે વ્યક્તિ રાજકારણમાં પ્રસિદ્ધિ મેળવે છે. રાહુ અને સૂર્યના કારણે વ્યક્તો પ્રખર રાજનેતા બને છે.

કર્ક લગ્ન: આ કુંડળીમાં શનિ, મંગળ, રાહુ, સૂર્ય, બુધ લાભની સ્થિતિમાં હોય તો રાજકારણમાં યશ મળે છે.

Related posts

જામનગરના કર્મકાંડી, પૂજારી ભૂદેવોની યાદી બ્રહ્મસમાજ કાર્યાલય ખાતે મોકલવા અનુરોધ

Nawanagar Time

શ્રાવણ મહિનાનો અંતિમ સોમવારઃ મહાકાલેશ્વરની શાહી સવારીમાં જોડાયા લાખો ભક્તો

Nawanagar Time

શા માટે નોરતામાં નવ દિવસ સુધી થાય છે પૂજા-અર્ચના. આ રહ્યો જવાબ

Nawanagar Time

Leave a Comment