Nawanagar Time
નેશનલ

1 એપ્રિલથી 5 નવા ફાયદાકારક નિયમો

5-new-beneficial-rules-from-1st-april

નવી દિલ્હી:-નવા ફાઈનાન્સિયલ યરની શરૂઆતની સાથે ઘણા નિયમ બદલાઈ રહ્યાં છે. જેની સીધી અસર સામાન્ય માનવીના જનજીવન પર જોવા મળશે. 1 એપ્રિલથી પાંચ  નવા નિયમોનું અમલીકરણ  થવાનું છે. જેના કારણે ઘરની ખરીદીથી વીજળીનાં બિલ સુધી ગ્રાહકોને લાભ મળશે.

સામાન્ય  જરૂરીયાત એટલે રોટી, કપડા ઔર મકાન. આવક મર્યાદિત હોય અને આર્થિક ઉપાર્જનનાં સાધનો સીમિત હોય ત્યારે જમીન કે મકાન જેવી સંપતિ વસાવી આકરી થઇ જાય છે. પરંતું પહેલી એપ્રિલથી સસ્તા મકાન ખરીદવાનાં સપનાને તમે સાકાર કરી શકશો. નવા ફાઇનાન્સિયલ યરની શરૂઆતની સાથે રીયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટીનાં નવા દર  થવાનાં છે. નિર્માણાધીન મકાન પર જે 12% ટેક્સ લાગતો હતો તેને ઘટાડીને 5% કરી દેવામાં આવશે. તેમજ સસ્તા દરોના ઘર પર 8% લગતા ટેક્સને ઘટાડીને 1% કરી દેવામાં આવશે. જેનું પરિણામ એ આવશે કે ઘર પહેલાંની સરખામણીએ સસ્તા થશે.

સેલફોનના બીલની જેમ તમે વીજળીનું બિલ પણ રીચાર્જ કરી શકશો.  જેટલો વપરાશ તમે કરશો તેટલું જ બિલ ભરવું પડશે. પહેલાં જે ગ્રાહકને ફરજિયાત 30 દિવસનું બિલ ભરવાપાત્ર રહતું હતું તેમાં હવે રાહત મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ થોડા સમય પહેલાં જ હોમ અને ઓટો લોનની પોલિસીમાં ફેરફાર કર્યો છે. જેને પરિણામે લોન પર લગતા વ્યાજમાં ફેરફાર થશે. બેંક હાલ  વ્યાજદરમાં વધારો-ઘટાડો કરી શકે છે. આરબીઆઈનો રેપો રેટ ઘટતાં એપ્રિલથી બેંકને તેની પોલિસીમાં ફેરફાર કરવો પડશે. જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે.

આ ઉપરાંત પહેલી એપ્રિલથી રેલ્વે મુસાફરોને નવી સુવિધા મળવાની છે. ભારતીય રેલ્વે હવે સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ લાગૂ કરશે. જેથી કોઈ પેસેંજર એક સફરની દરમિયાન એક પછી બીજી  મુસાફરી કરશે તો તેને સયુક્ત મળશે. હાલમાં જો કોઈ પ્રવાસી એક જ જગ્યા પર જવા માટે જો બે ટ્રેન બૂક કરે છે, તો તે પેસેન્જરનાં નામ પર બે અલગ અલગ  નંબર જનરેટ થાય છે. આ નવા નિયમના આવ્યાં બાદ પહેલાંની સરખામણીએ રીફંડ મળવું સરળ થઇ જશે.

Related posts

ચંદ્રયાન-2 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું, હવે લેન્ડિગ માટે અગ્નિ પરીક્ષા

Nawanagar Time

બંગાળમાં આજે રાત્રે 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર શાંત

Nawanagar Time

ગુજરાત સાથે જોડાયેલા સંઘ પ્રદેશ દીવ-દમણ અને નગરહવેલીને એક કરવાથી કવાયત શરૂ

Nawanagar Time

Leave a Comment