Nawanagar Time
ગુજરાત

હર્ષદ નજીક મેંઢાક્રિકમાં પ0 કુંજનો શિકાર

50-hunted-of-a-claw-in-a-menthakrik-near-harshad

ગ્રામજનોએ વૉચ ગોઠવી કુંજનો શિકાર કરતી ટોળકીને પકડવા કોશિષ કરતાં એક શિકારીનું વીજ શોકથી મોત, એક ઝડપાયો

દ્વારકા:-પોરબંદર અને હાલાર પંથકમાં યાયાવર પક્ષીઓના શિકારી ટોળકી દ્વારા બેફામપણે શિકાર કરવામાં આવતો હોવાની હકીકત વચ્ચે આજે હર્ષદ-મિયાણી નજીક આવેલા મેંઢાક્રિકમાં શિકારી ટોળકી દ્વારા પતંગ મારફતે પ0 કુંજને મોતને ઘાટ ઊતારી દેવામાં આવ્યા હતાં. જો કે, ગ્રામજનોએ સજાગતા દાખવી આ શિકારી ટોળકીનો પીછો કરતાં એક શિકારી વીજ શોકનો ‘શિકાર’ બની મોતને ભેંટ્યો હતો તો બીજો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે કલ્યાણપુર વન વિભાગે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, મિયાણી-હર્ષદ પંથકમાં છેલ્લા થોડાં સમયથી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી સક્રિય થતાં ગ્રામજનો જાગૃત બન્યા હતાં અને મેંઢાક્રિક નજીક વૉચ ગોઠવી પતંગ મારફતે કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકીને ઝડપી લીધી હતી. જો કે, ગ્રામજનોએ પીછો કરતાં એક શિકારી વીજ શોક લાગતાં મોતને ભેટ્યો હતો જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થયો હતો અને એક શખસને ઝડપી લઈ, ગ્રામજનોએ વન વિભાગને હવાલે કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા નજીક યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે ત્યારે કુંજ જેવા પક્ષીઓનો શિકાર કરી મિજબાનીના શોખીનોને પક્ષીઓ પૂરાં પાડી લાખો રૂપિયાના ગોરખ ધંધા ચાલતાં હોવાનું પણ સૂત્રો જણાવે છે ત્યારે આજની આ ઘટનામાં ‘શિકારી ખૂદ યહાં શિકાર હો ગયા…’ની ઉક્તિ મુજબ કુંજ પક્ષીનો શિકાર કરનારી ટોળકીને કુદરતનો સબક મળ્યો હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યાં છે.

વધુમાં આ શિકારી ટોળકી પાસેથી પ0 કુંજના મૃતદેહ કબજે કરી કલ્યાણપુર વન વિભાગે વિધિવત્ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ભાજપથી ત્રસ્ત ગ્રામ્ય વિસ્તારની પ્રજા કોંગ્રેસને સાથ આપશે : જયંતિભાઈ સભાયા

Nawanagar Time

નિવૃત્તિના લાભ માટે શિક્ષકો પણ હક્કદાર

Nawanagar Time

ધો.10ની ઉત્તરવહી ચકાસણી આખરી તબક્કામાં

Nawanagar Time

Leave a Comment