Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં 500, દ્વારકામાં 627 પરવાનેદારોએ હથિયાર જમા કરાવ્યા

500-in-jamnagar-627-licensed-subdivisions-in-dwarka

જામનગર:-આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019 અંતર્ગત જામનગર અને દ્વારકા જિલ્લામાં લાયસન્સ ધારક હથિયારધારકોને તેમના હથિયાર જમા કરાવી દેવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામા બાદ પરવાનાવાળા હથિયારધારકોએ પોતાના હથિયાર જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.દેવભૂમિ  જિલ્લામાં 627 અને જામનગર જિલ્લામાં 500 મળી કુલ 1127 હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 800 જેટલા પરવાનેદાર હથિયારધારકો છે.જે પૈકીના 627 પરવાનેદારોએ હથિયાર જમા કરાવ્યા છે.જ્યારે જામનગર જિલ્લામાં 1500 પરવાનેદાર હથિયારધારકો છે.જેમાંના 500 લોકોએ પોતાના હથિયાર જમા કરાવ્યા છે.જ્યારે જામનગર જિલ્લામાં જુદા જુદા પોલીસ  મળી 1000 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 441 લોકો સામે અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે. તેમજ અન્ય ગુન્હેગારો સામે પ્રોહીબીશન હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જામનગર અને દ્વારકા બંને જિલ્લામાં જાહેરનામા અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગર  દ્વારકામાં 22 ચેક પોસ્ટ ઊભી કરી હાલારમાં ચૂંટણી અનુલક્ષીને ચેકપોસ્ટ કાર્યરત કરાઇ છે.જામનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 6 ચેકપોસ્ટ તેમજ દ્વારકા જિલ્લામાં 16 ચેકપોસ્ટ ઉભી કરી છે.જેમાં હથિયારધારી પોલીસ અધિકારી ઉપરાંત હોમગાર્ડ અને પોલીસ કર્મી તૈનાત રહેશે.

Related posts

જામનગરમાં કોરોના રાહત: છ પૉઝિટીવ એક મોત

Nawanagar Time

ઓશવાળ હૉસ્પિટલ ફરી ધમધમશે

Nawanagar Time

જીજીમાં ઈમરજન્સી ઓપરેશન જ થશે

Nawanagar Time

Leave a Comment