Nawanagar Time
ગુજરાત જામનગર

573 કંપનીઓએ નોકરીને બદલે દેખાડ્યો ‘ઠેંગો’

573-companies-show-job-instead-of-thumb

સ્થાનિકોને રોજગારી આપવામાં કંપનીઓની મનમાની

જામનગર:ગુજરાતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ, અદાણી પાવર, ટાટા મોટર્સ જેવી ખાનગી ક્ષેત્રની કોર્પોરેટ કંપનીઓ અને જાહેર ક્ષેત્રની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, એનડીડીબી સહિતની કંપનીઓ 85 ટકા લેખે મૂળ ગુજરાતી એવા સ્થાનિક નિવાસીને નોકરી આપવાના સરકારના ઠરાવનું પાલન કરવામાં નિષ્ફળ નિવડી છે. 2013 થી 2017 દરમિયાનના આંકડા જાહેર કરતા  કહ્યું હતું કે 14 જિલ્લામાં સ્થિત આ કંપનીઓએ સરકારના ઠરાવનો ભંગ કર્યો હતો. માર્ચ-1995માં સરકારે ઠરાવ કર્યો હતો કે કર્મચારી અને કારીગર કેડરમાં ઓછામાં ઓછા 85 ટકા ભરતી અને મેનેજરિયલ તથા સુપરવાઈઝરી કેડરમાં 60 ટકા ભરતી સ્થાનિક નિવાસીઓની કરવાની રહેશે. રાજ્ય સરકાર હસ્તકની કંપની હોય કે ખાનગી કંપની હોય  આ ઠરાવની જોગવાઈ લાગુ પડશે.

જે કંપનીઓ કર, વીજળી, પાણી અને જમીન સહિતની સબસીડી નો લાભ લે છે તે તમામ કંપનીઓએ પાલન કરવું પડશે.

સરકારની જોગવાઈનું ઉલ્લંઘન સૌથી વધુ 2016ના વર્ષમાં જોવા મળ્યું હતું. જેમાં 129 કંપનીઓએ આ ઠરાવનો ભંગ કર્યો હતો. એરપોર્ટ ઓથોરિટી, સેઈલ, એનડીડીબી, ચાઈનીઝ કંપની પણ  નિવાસીને રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી હતી.

ક્યા જિલ્લામાં કેટલી કંપનીઓએ ઉલ્લંઘન કર્યું?

શહેર 

ભરૂચ

અમદાવાદ

અમદાવાદ

કચ્છ

ક્રમ

123

112

93

68

સુરત 52 નિયમભંગ કરતી કંપનીઓની જિલ્લા દીઠ યાદી

ભરૂચ:

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ., સીએલપી ઈન્ડિયા પ્રા.લિ., બીએએસએફ ઈન્ડિયા પ્રા.લિ., ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિ.

 

અમદાવાદ:

ટાટા મોટર્સ, ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ., કોલગેટ પામોલિવ, નિવ્યા ઈન્ડિયા, હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કુટર્સ ઈન્ડિયા પ્રા.લિ., સુઝુકી મોટર ગુજરાત પ્રા.લિ.

પબ્લીક સેક્ટર:-

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા.

કચ્છ:-

અદાણી પાવર, એશિયા મોટર વર્કસ, વેલસ્પન ઈન્ડિયા, કોસ્ટલ ગુજરાત પાવર લિ., ઓપીજી પાવર ગુજરાત લિ.

આણંદ:-

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ.

વડોદરા:-

ચાઈનીઝ કંપની ટીબીઈએ એનર્જી (ઈન્ડિયા) પ્રા.લિ. (કરજણ), લાર્સન એન્ડ ટુબ્રો લિ. (વડોદરા), ઓએનજીસી.

Related posts

જામજોધપુરના ધારાસભ્ય કાલરિયા સામે પ્રજામાંથી ઉઠતો ભારે રોષ

Nawanagar Time

જામનગરની જી જી હોસ્પિટલે ડેંગ્યુના દર્દીને બારોબાર રવાના કરી દેવાયો!

Nawanagar Time

ફાયરીંગ પ્રકરણમાં વધુ એક આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

Nawanagar Time

Leave a Comment