Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારના ખેડૂતો પાસેથી 7.44 લાખ ક્વિન્ટલ મગફળી ખરીદાઈ

7-44-lakh-quintals-of-groundnut-purchased-from-halar-farmers

જામનગર-દેવભૂમિ દ્વારકા ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયા પૂર્ણ

જામનગર:-હાલારમાં 12 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે મગફળીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.પરંતુ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવેલા 8446 ખેડૂતો કે જેને જાણ કરવા છતાં મગફળી વેંચવા ન આવતા ટેકો મળ્યો નથી.બંને જિલ્લામાં 35406 ખેડૂતો પાસેથી 7,44,609 ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી  આવી છે.જેમાંથી 25463 ખેડૂતોને રૂ.27632.47 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે.13 ફેબુઆરીની સ્થિતિએ 9943 ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના નાણાંનું ચૂકવણું બાકી છે.

રાજયની સાથે હાલારમાં લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડમાં ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી.પ્રારંભિક તબકકે અધિકારીઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો અભાવ,નમૂના લેવામાં  વિલંબ સહીતની સમસ્યાના કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી તો તંત્ર ધંધે લાગ્યું હતું.

ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સમસ્યાઓની ફરિયાદો વચ્ચે 12 ફેબ્રઆરીના ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.જામનગર જિલ્લામાં કુલ રજીસ્ટ્રેશન કરાવેલા 25298 ખેડૂત પૈકી 22509 ખેડૂત પાસેથી 459510 કવીન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી 16193 ખેડૂતોને  લાખનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધણી કરાવેલા 18547 ખેડૂતો પૈકી 12897 ખેડૂતો પાસેથી 285099 કવીન્ટલ મગફળીની ખરીદી કરી 9270 ખેડૂતોને 10403 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે.જામનગર જિલ્લામાં 2793 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5653 ખેડૂતો કે જેઓને મેસેજ કરી જાણ કરવા છતાં ન આવતા ટેકાના ભાવે  ખરીદીનો ટેકો મળ્યો ન હતો.

Related posts

જામનગરમાં કોરોનાનો કાળો કહેર યથાવત: ચાર દર્દીઓના મોત

Nawanagar Time

વાહ રે પોલીસ : સગીરાના અપહરણ-દુષ્કર્મ કરીને નાસેલો આરોપી નવ વર્ષે પકડાયો..

Nawanagar Time

જામનગરમાં પ્રથમ વખત વર્ચ્યુઅલ ગરબા દ્વારા નવરાત્રિનું સ્વાગત

Nawanagar Time

Leave a Comment