Nawanagar Time
ગુજરાત જામનગર

ધારાસભ્ય વલ્લભ ધારવિયા, વિપક્ષી નેતા કાસમ ખફી સહિત 7 આગેવાનોની અટકાયત

7-mlas-detained-including-legislator-vallabh-dhavaviya-opposition-leader-kasam-khafi

બેડીને પીવાના પાણી સહિતની સુવિધા મુદ્દે વડાપ્રધાનને શ્રીફળ આપી વિરોધ કરાય તે પૂર્વે જ અકાયત

જામનગર:-જામનગર શહેરના વોર્ડ નં.1 માં બેડી-ભુંગા વિસ્તારને પીવાના પાણી, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધા આપવામાં ન આવતાં આજે વડાપ્રધાનને શ્રીફળ આપી વિરોધ કરવાની તૈયારીમાં રહેલાં ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા, વિપક્ષી નેતા કાસમ ખફી સહિતના સાત આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. જો કે, મહાનગર પાલિકા દ્વારા બેડી-ભુંગા સહિતના વિસ્તાર માટે સરકારની કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, બેડી-ભુંગા વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ઘણાં સમયથી અન્યાય થઈ રહ્યો છે ત્યારે જામનગરની મુલાકાતે આવેલા વડાપ્રધાનને રજૂઆતો માટે કોંગી આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી, પરંતુ પોલીસે આજે વિરોધ પૂર્વે જ તમામની અટકાયત કરી લીધી હતી.

Related posts

સસ્તી કિંમતી કાર ઇન્કમટેક્સના રડારમાં

Nawanagar Time

સિક્કા જીએસએફસી સામે મોરચો માંડતું માછીમાર હિતરક્ષક સંઘ

Nawanagar Time

જામનગરમાં દાઝ્યાં તેલનો વપરાશ રોકવા જામ્યુકોનું ચેકિંગ

Nawanagar Time

Leave a Comment