Nawanagar Time
ઇન્ટરનેશનલ

સીરિયામાં અમેરિકી હુમલામાં 70નાં મોત

70-dead-in-us-attack-in-syria

આઈએસનું વર્ચસ્વ હવે માત્ર 4 કિલોમીટર એરિયામાં સીમિત

દમશ્ક:-સીરિયામાં મંગળવારે અમેરિકાએ આઇએસના ખાત્મા માટે અંતિમ તબક્કાનો હુમલો કરી દીધો. અમેરિકી  સેનાના હવાઇ હુમલામાં 70 નાગરિકોનાં મોત થયાં. આ હુમલા ડીર અલ જોરમાં વિસ્થાપિતોને નિશાન બનાવી કરવામાં આવ્યા હતા. ત્યાર પછી આઇએસના આતંકી પૂર્વ અરાફાત નદીના 4 કિમી ક્ષેત્રમાં સમેટાઇ ગયા છે. અમેરિકી સમર્થક કુર્દ સેના (એસડીએફ)એ ઇરાક સરહદ નજીક આઇએસની કબજાવાળી એક મસ્જિદ પર પણ હુમલો કર્યો હતો. અગાઉ  થયેલા હુમલામાં પણ 7 બાળકો સહિત 16 નાગરિક, 19 આતંકી અને એસડીએફના 12 સૈનિકોનાં મોત થયાં હતાં. એસડીએફના મીડિયા પ્રમુખ મુસ્તફા બલ્લીએ જણાવ્યું કે આઇએસ વિરુદ્ધ હુમલાના અંતિમ તબક્કામાં આરાફત નદી ક્ષેત્રને નિશાન બનાવ્યું હતું. સોમવારે આઇએસએ તેમના ડઝન સૈનિકોને બંધક બનાવ્યા હતા.

સીરિયામાં અમેરિકી સમર્થક સેનાએ હુમલા પહેલાં  ગઢમાંથી 20,000 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા પછી હુમલો કર્યો. સીરિયા યુદ્ધની દેખરેખ કરી રહેલા બ્રિટન સ્થિત માનવઅધિકાર સંગઠન સીરિયન ઓબ્ઝર્વેન્ટરીના પ્રમુખ રામી અબ્દેલ રહેમાને જણાવ્યું કે આઇએસ આતંકીઓને આત્મસમર્પણ કરાવવા પૂર્વ સીરિયામાં યુદ્ધ તેજ થયું છે.

ડીર અલ જોરમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગઠબંધન સેનાએ આઇએસ સામે અભિયાન શરૂ કર્યું  ડિસેમ્બરથી અત્યાર સુધી હજારો લોકોને ત્યાંથી કાઢવામાં આવ્યા છે.

Related posts

ક્રિકેટમાં બોલ ઉપર થૂંકનો પ્રયોગ કરવા પર લાગી શકે રોક 

Nawanagar Time

પુલવામા હુમલા બાદ પાકિસ્તાની પીએમની પહેલી પ્રતિક્રીયા, આતંકીઓનો કર્યો લુલ્લો બચાવ

Nawanagar Time

શાહરૂખનું નેટફ્લિક્સ સાથે ત્રીજું ટાઇઅપ : બનાવશે હોરર શો ‘બેતાલ’

Nawanagar Time

Leave a Comment