Nawanagar Time
ગુજરાત જામનગર

શહેરના 240માંથી 70 ટકામાં ફાયર સેફટીની સર્વે બાકી

70-of-the-citys-fire-safety-survey-left

જામનગર:-કોર્પોરેશનનું ‘કામઢુ’ ગણાતુ ફાયર વિભાગ ફાયર સેફટી સીસ્ટમ ફીટ કરાવવામાં વામણુ પુરવાર થઇ રહ્યુ છે અને છેલ્લા  વર્ષના નવા 240 બાંધકામ જેમાં સાદી નહી ફુલપ્રુફ ફાયર સીસ્ટમ ફીટ કરવાની જરૂર છે તેમાંથી 70 ટકાના સર્વેક્ષણ આ વિભાગે કરવાના બાકી છે દરેક હાઇરાઇઝ, લોરાઇઝ, કોમર્શીયલ, ઇન્ડસ્ટ્રીયલ સહિત તમામ પ્રકારના બાંધકામોમાં ફાયર સેફટીની સીસ્ટમ ફીટ કરવી ફરજીયાત છે.

તાજેતરમાં કારખાનાઓના આગના બનાવ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષના, બહુમાળી ઇમારતોના આગના બનાવો  સમાન છે. (જોકે માર્ચ મહીનામાં લાગતી આગને અમુક લોકો ‘શંકા’ની નજરે જુએ છે, ખરેખર તો આ અકસ્માત છે અને અકસ્માત તો ગમે ત્યારે થઇ શકે છે પરંતુ ના, કારખાના-ગોડાઉન-દુકાનોની આગના અસંખ્ય બનાવોમાંથી ‘અમુક’ બનાવોને સુયોજીત કાવતરૂ કોણ જાણે કેમ લોકો ગણે છે?)

આવા આગના બનાવોથી માલ-મીલકતનું તો નુકસાન થાય  કયારેક જાન-માલનું નુકસાન પણ થાય છે ત્યારે હોટલો, રેસ્ટોરન્ટો, ટોકીઝો, શોપીંગ મોલ, શાળાઓ, કોલેજો, શોરૂમ, જાહેર સ્થળો જેમકે હોલ-પાર્ટી પ્લોટ જાહેર વાડીઓ વગેરેમાં ફાયર સેફટીના ઓડીટ પણ ફરજીયાત છે.

આ તમામ બાબતે ગંભીરતા લઇ એક તો લોકોને આ બાબતે અવગત કરાવવા, જાણકારી આપ્યા બાદ સીસ્ટમ ન વસાવે તો નોટીસ  અને નોટીસ બાદ પણ સળવળે નહી તો પગલા લેવાની જવાબદારી જેમની છે તે જામ્યુકોનું ફાયર વિભાગ આ વખતે ગંભીરતા દાખવતુ નથી.

ફાયર સેફટી અંગે સર્વેક્ષણ, નોટીસ, રીન્યુઅલ વગેરે અંગે ઓડીટ વિભાગે વારંવાર કાન આમળેલો છે છતાં આ વિભાગ ખાસ કંઇ ચુસ્તી-સ્ફ્રુર્તિ દાખવતુ નથી.

‘શોર્ટ સરકીટથી આગ લાગી’ વારંવાર સામે આવતુ કારણ

આગના જેટલા બનાવ બને છે તેમાંથી 75 ટકામાં શોર્ટ સરકીટથી આગ લાગવાના કારણો જ બહાર આવે છે ખરેખર  કોઇપણ રેસી-કોમર્શીયલ-ઇન્ડ. નું ઇલેકટ્રીક ફીટીગ્સ થાય તયારે કોન્ટ્રાકટર દ્વારા સર્ટીફીકેટ અપાય કે આ ફીટીંગ્સ વીજ પ્રવાહ કનેકશન આપવા સક્ષમ છે ત્યારબાદ જ વીજ વિભાગ વીજ કનેકશન આપે છે ખરેખર ઇલેકટ્રીક ફીટીંગ્સમાં વચ્ચે વચ્ચે પીઆઇબી સ્વીચ મુકવાની હોય છે, વાયર સારી કવોલીટીના યુઝ કરવાના હોય છે, શોકગાર્ડ અને વોલ્ટેજ સેન્સર  હોય છે, વપરાશ ન હોય ત્યારે મેઇન સ્વીચ બંધ કરવાની હોય છે, કોઇપણ ફોલ્ટ- તુટ ફુટ તુરંત રીપેર કરવાના હોય છે ત્યારે આવી કોઇપણ બેદરકારી કે બેદકારીઓ અકસ્માત નોતરે છે હવે સર્ટીફીકેટ કેમ અપાય છે, ઇન્સ્પેકશન કેમ થાય છે? વગેરે બાબતો તો તપાસનો વિષય છે માટે જ શોર્ટ સરકીટથી  આગ લાગે છે.

જ્યાં આગ લાગે છે ત્યાંની સિસ્ટમથી આગ બુઝયાનો દાખલો જ નથી

જ્યારે જ્યારે કોઇ પણ ઇમારતોમાં, દુકાનોમાં, કારખાનાઓમાં, ગોડાઉનોમાં વગેરે સ્થળોએ આગ લાગે છે ત્યારે ત્યાંની કોઇ ફાયર સેફટી સીસ્ટમથી આગ કાબુમાં આવી ગયાનો એક પણ દાખલો જામનગરમાં બન્યો નથી. ફાયર શાખા તો તાબડતોબ આગના સ્થળે પગલા લે તે તો ફરજનો ભાગ છે પરંતુ જરૂર છે ત્યાં તપાસ કરી શા માટે ફાયર સેફટી સીસ્ટમ ફરજીયાત ઇન્સ્ટોલ કરાવી તેના વખતો વખત ચેક કરી હંમેશા અકસ્માત સામે લડવા સક્ષમ બનાવવાની જહેમત ફાયર શાખા શા માટે ઉઠાવતુ નથી?

Related posts

જામનગરના જેલ અધિક્ષકની રાતોરાત બદલી

Nawanagar Time

દિલ્હી ચૂંટણીના પરિણામ વખતે જ મેયરે ઝાડું પકડ્યું !

Nawanagar Time

જનરલ બોર્ડમાં ફૂડ શાખાનો ભ્રષ્ટાચાર ગાજ્યો: શાસક પક્ષના વેધક સવાલ

Nawanagar Time

Leave a Comment