Nawanagar Time
ટેક્નોલૉજી

Nokia 9 PureView પર મળી રહ્યુ છે 7 હજારનું ડિસ્કાઉન્ટ, 3 માર્ચથી સેલ શરૂ

7000-discount-on-nokia-9-pureview-starting-from-march-3

24 ફેબ્રુઆરીએ Nokiaએ પાંચ કેમેરાવાલો સ્માર્ટફોન Nokia 9 Pureview પરથી પડદો ઉઠાવ્યો હતો. હવે આ સ્માર્ટફોન 3 માર્ચે લૉન્ચ થવા જઈ રહ્યો છે. યૂનાઈટેડ સ્ટેટ્સમાં આનો સેલ 3 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે અને આ સ્માર્ટફોન એમેઝોન, B&H અને બેસ્ટ બડી પર અવેલેબલ હશે. HMD ગ્લોબલે આની કિંમત 700 ડૉલર રાખી છે, જે 50 હજાર રૂપિયા છે. HMD ગ્લોબલ આ ડિવાઈસને ડિસ્કાઉન્ટ પ્રાઈઝ સાથે લૉન્ચ કરશે. ફોનના યૂએસપી આનો પાંચ લેન્સવાળો પેટા કેમેરા છે. જેને લઈને આ ફોન લૉન્ચ પહેલા જ ખુબજ ટ્રેડમાં રહેલો છે.

The Vergeની એક રિપોર્ટ અનુસાર 3 માર્ચથી લઈને 11 માર્ચ સુધી આ સ્માર્ટફોન ખરીદવાથી ગ્રાહકને 600 ડૉલરનું એટલેકે 43 હજાર ચુકવવાનું રહેશે. આ ફોન પર 7 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. મોટાભાગના સ્માર્ટફોન મેકર પોતાના ફ્લેગશિપ ફોન્સ પર 1000 ડૉલરથી ઓછુ પ્રાઈઝ રેન્જમાં ઉતારી રહ્યા છે.

Nokia 9 PureView સ્પેસિફિકેશન્સ

Nokia 9 PureViewની બેકમાં 12-12 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ પાંચ કેમેરામાં કુલ 2 પુલ કલર છે જ્યારે 3 કેમેરા મોનોક્રોમ છે. જે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી માટે શ્રેષ્ઠ છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 20 મેગાપિક્સલ કેમેરો આપવામા આવ્યો છે જે આ સ્માર્ટફોનને કાસ બનાવે છે. ફોનમાં નેક્સ્ટ જનરેશન Pro કેમેરા એપ પણ આપવામાં આવેલ છે.Nokia 9 PureView માં 5.99 ઈંચની QHD+ pOLED નોકિયા PureDisPlay છે.

Nokia 9 PureView સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોનમાં ફક્ત એક વેરિયન્ટ 8GB રેમ અને 128GB સ્ટોરેજ છે. ફોનમાં 3,320 mAhની બેટરી છે. જે ફાસ્ટ અને QI વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ફેશિયલ અનલોક અને ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોન Android 9.0 Pie આઉટ ઓફ ધ બોક્સ પર ચાલે છે. ફોનમાં ડ્યૂલ સપોર્ટ આપવામાં આવેલ છે.

Related posts

હવે ઇનકમિંગ કોલ ઉપાડવા માટે ભરવા પડશે રૂપિયા…

Nawanagar Time

પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયામાં આંદોલન નહીં ચલાવવા આદેશ

Nawanagar Time

મગફળી માટે 1,67,પ33 ખેડુતોની નોંધણી રાજયના ખરીદી કેન્દ્રો પર કેમેરા મુકાશે

Nawanagar Time

Leave a Comment