Nawanagar Time
ગુજરાત જામનગર

જિલ્લાની 76 શાળાઓ જર્જરીત: 550 ઓરડાઓની ઘટ

76-schools-of-the-district-are-compelled-550-rooms-deficit

80 હજારથી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે સલામતી બાબતે પણ પુરતી વ્યવસ્થાના અભાવ: કયાંક તો પતરાવાળા રૂમમાં ભુલકા ભણે છે…!!!

જામનગર:-જામનગર જિલ્લામાં પ્રાથમીક શાળાઓના બિલ્ડીંગ જર્જરીત છે તો વળી ઓરડાઓની પણ ઘટ છે તો કયાંક પતરાની ઓરડીઓમાં ભુલકાઓ ભણે છે..!! એંસી હજારથી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપરાંત સલામતીના તમામ પાસાઓથી ચોકસાઇ રાખવાની જરૂર છે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર સામે જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવતા સવાલો ઉપરથી તારણ નીકળે છે.

જામનગર જિલ્લા પંચાયત હસ્તકની 705 શાળાઓમાં 80260 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8માં ભણે છે. આ શાળાઓમાં 2045 શિક્ષકો ભારતના ભાવિના ઘડતર કરે છે ત્યારે શાળાઓમાં અભ્યાસ કરાવવામાં ખાસ કઇ ગંભીરતા દાખવવામાં આવતી ન હોય તેવી તો અનેક શાળાઓની ફરિયાદ ઉઠે છે. ઉપરથી સલામતીના પણ અભાવ છે. કુલ 705માંથી 76 એટલે કે દસ ટકાથી વધુ શાળાઓના બીલ્ડીંગ જર્જરીત છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધીકારીએ સત્તાવાર પ્રત્યુતરમાં જણાવીને એમ પણ ઉમેર્યુ છે. કે જિલ્લાભરમાં મળીને 550 ઓરડાઓની ઘટ છે. જેના ઉપરથી સમજી શકાય કે દરેક વિદ્યાર્થીઓ મોકળાશથી અભ્યાસ માટે બેસી પણ શકતા નથી. ઉપરથી જોગવડમાં તો પતરા વાળા ઓરડાઓમાં ભુલકાઓ ભણે છે. જે અંગે એક પ્રશ્ર્નના ઉતરમાં આ અધીકારીએ જણાવ્યું હતું કે રામદૂત વાડી પ્રાથમીક શાળાને 28-10-2017થી મંજુર થઇ છે જે માટે વ્યવસ્થા કરવા તંત્રને પતરા વાળા પાંચ રૂમ એક ખાનગી કંપનીએ ભાડાથી આપ્યા છે. આમ બીલ્ડીંગ જર્જરીત ઉપરાંત પતરાવાળા રૂમ અને એ સિવાય આગ-અકસ્માત બાબતેની સતર્કનાના એકંદર જાગૃતિના અભાવ અને પુરતી અને પુરતી વ્યવસ્થા ન હોવાથી એંસી હજારથી વધુ ભુલકાઓની શિક્ષણ સાથે સુરક્ષાને પણ અગ્રતા મનાય તેની તાતી જરૂર છે.

  • પંચાયત તંત્ર જિલ્લામાંથી પ્રેરણા લે

જિલ્લાના બાળકોના શિક્ષણના સ્તર સુધારવા જિલ્લા પંચાયતનું તંત્ર જિલ્લામાંથી પ્રેરણા છે તેવા સુચનો થાય છે. જિલ્લા શિક્ષણ અધીકારીઓએ તાજેતરમાં શહેરની શાળાઓના ઇન્સ્પેકશન કરી નોટીસો ફટકારી નિયમીત થવા ફરજ પાડી ત્યારે જિલ્લાની પ્રાથમીક ફરજ પાડી ત્યારે જિલ્લાની પ્રાથમિક શાળામાં ભુલકાઓના ભાવિના ઘડતરની શરૂઆત છે માટે પાયામાંથી જ નકકર શિક્ષણ વ્યવસ્થા અને તે માટે નૈતિકતાની જરૂર છે.

  • પંદર ટકા જેટલા બાળકો બિમાર છે

શિક્ષણ સાથે પોષણ અને તંદુરસ્તીની જાણકારી આપતા રહેવી તે નૈતિક જવાબદારી પણ તંત્રની બની રહે છે. પરંતુ તાજેતરના શાળા આરોગ્ય કાર્યક્રમો દરમિયાન જિલ્લામાં કુલ 22 હજારથી વધુ બાળકો બિમાર મળી આવ્યા છે જોકે તેમાં પંચાયતની શાળાઓ અન્ય શાળાઓ તેમજ શાળાએ ન જતાં એવા દરેક બાળકોનો સમાવેશ થાય છે. ત્યારે પંચાયત શાળાના વિદ્યાર્થીઓમાંથી પંદર ટકાથી વધુ વિદ્યાર્થીઓ બિમાર છે તેમાંથી ય 2900થી વધુ બાળકોને વધુ સઘન સારવારની જરૂર છે. શાળા આરોગ્ય તપાસણી આવકાર્ય છે. વિદ્યાર્થીઓના હિતમાં છે પરંતુ દર વર્ષે આવા બિમાર બાળકોની ટકાવારી ઘટતી જવી જોઇએ તો જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થશે- બાળકોની તંદુરસ્તી માટેના પગલા નિયમીત લેવાની જરૂર છે.

  • અમુક સ્કૂલમાં તાળા ખુલતા નથી

જિલ્લાના અંતરીયાળ ગામોની શાળાઓ કે વાડી શાળાઓમાંથી અમુક શાળાઓ એવી છે કે ઘણી વખત એવું બને છે કે સ્કૂલના તાળા પણ ન ખુલે તો વળી આશ્ર્ચર્ય કારક રીતે અમુક શાળાઓમાં તાળા પણ નથી અમુક એવા શિક્ષકો કે આચાર્યો હોય છે જે શાળાઓની ચાવી પોતે સાથે રાખવાના બદલે પાસે રહેતા ગ્રામ્ય પરિવારને ચાવી આપતા આવે છે માટે સાહેબનો કોઇ દિવસ ફરજ પર જવાનો મુડ ન ચઢે તો ચાલ્યુ જાય.

  • મીઠી વીરડી સમાન ગૌરવ પણ છે

સામાન્ય રીતે સ્વચ્છતા અંગે બેદરકારી વાળી મોટાભાગની આ શાળાઓ વચ્ચે ખારા જળમાં મીઠી વીરડી સમાન ગૌરવની બાબત એ છે કે જામજોધપુરના કડબાલની પ્રા.શાળાના શિક્ષીકા મીતલબેન કંટારીયાની સ્વસ્છતાની ઓડીયો કલીપને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. અમુક શાળાઓમાં વિવિધ પ્રાર્થનાઓ ઉપરાંત ગમતા ગીતો સાથે શિક્ષણનો આનંદ આપવા અમુક શિક્ષકો જહેમત ઉઠાવે છે.

Related posts

પ્રજાજનોના આરોગ્ય સામે ચેડાં બંધ કરો : વિપક્ષ આક્રમક

Nawanagar Time

જામનગરમાં ધનવન્તરિ રથ બાદ ધનવન્તરિ રીક્ષા..

Nawanagar Time

જામનગરમાં પત્નીની હત્યા કરી આપઘાત કરી લેતો પતિ

Nawanagar Time

Leave a Comment