Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લાની નેશનલ લોકઅદાલતમાં 7,967 કેસ મુકાયા

7967-cases-were-filed-in-jamnagar-districts-national-lok-adalat

ભાડુઆત, સુખાધિકાર હક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સના દાવા સહિતના કેસોના નિરાકરણનો પ્રયાસ

જામનગર:-જામનગર જિલ્લામાં તાજેતરમાં અદાલતમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાડુઆત, સુખાધિકાર હક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સના  સહિતના કેસોના નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવી હતી અને લોક અદાલતમાં જુદા-જુદા મળી કુલ 7967 કેસો મુકવામાં આવ્યા હતાં.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગર જિલ્લાની અદાલતમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું અને 7967 કેસો મુકવામાં આવ્યા હતાં. આ લોક અદાલતમાં અનેક કેસોમાં સુખદ ચુકાદા આવ્યા હતાં જેમાં ક્રીમીનલ 365  અને.આઇ.એકટ કલમ 138ના 1501 કેસો, દારૂના 1534 કેસો, બેંક રીકવરીના 79 કેસો, ઇલેકટ્રીક સીટી પીજીવીસીએલ અને પાણી પુરવઠાના બીલ 536 કેસો, સિવિલ, સહિતના 1457 કેસો એન.સી કેસ 116, એમ.વી.એકટ અકસ્માતના 97 કેસો નેશોશીબલ એકટ 67 કેસો, તેમજ સીઆરપીસી એકટ 137 કેસો, લગ્ન વિષય, ભરણપોષણ સહિતના 430 કેસો મળી કુલ  કેસો નેશનલ લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતાં. નેશનલ અદાલતમાં જિલ્લાના ન્યાયમૂતિઓ તથા સરકારી વકીલ જમનભાઇ ભંડેરી જામનગર વકિલ મંડળના પ્રમુખ ભરતભાઇ સુવા સહિતના વકિલો ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ લોક અદાલત દ્વારા કોર્ટમાં જે કેસોનું ભારણ છે તેનો ઘટાડો થશે. જામનગર જિલ્લા સેવા સતા મંડળના સેકેટરી દ્વારા જણાવાયું હતું.

Related posts

ભાણવડ નગરપાલિકા દ્વારા પાણીનો વેડફાટ

Nawanagar Time

કોરોનાના લીધે શાળાઓમાં વિદ્યાર્થીઓની હજુ પણ પાંખી હાજરી

Nawanagar Time

જામનગરમાં રીક્ષા અને બાઈકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલા ચાર પકડાયા

Nawanagar Time

Leave a Comment