Nawanagar Time
અમદાવાદ ગુજરાત

શાહી શક્તિ પ્રદર્શન સાથે ભાજપના 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

8-candidates-of-bjp-with-shah-shakti-exhibition-filled-the-form

અમદાવાદ:-રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાના આજે છેલ્લા દિવસે   ભાજપના 8 ઉમેદવારોએ વિજયમૂર્હતમાં પોતાનું ઉમેદવારીપત્ર રજૂ  હતું.

આજે ભારતીય જનતા પક્ષના બારડોલીના ઉમેદવાર પ્રભુ વસાવા છોટાઉદેપુરના ગીતા રાઠવા  જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા, દાદારાનગર હવેલીથી નટુભાઈ પટેલ અને પાટણથી ભરતસિંહ ડાભીએ વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.

ઉલ્લેખનિય છે કે, છોટા ઉદેપુરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જંગી જનસભા યોજાયા બાદ ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ વિજય વિશ્ર્વાસ સાથે ઉમેદવારીપત્ર  કર્યું હતું.

દાદરાનગર હવેલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર આજે પોતાનું ફોર્મ ભર્યું હતું. દાદારાનગર હવેલી બેઠક પર ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલને ટિકીટ આપવામાં આવી છે. ફોર્મ ભર્યા પહેલા તેઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રોડ – શોનું આયોજન કરી ફોર્મ ભર્યું હતું.

બારડોલી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા પણ આજે  મુખ્યમંત્રી  રૂપાણીની હાજરીમાં આજે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા પહેલા વ્યારા વૃંદાવાડી ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જ્યારે પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ અત્રેની એમ એન હાઈસ્કુલ ખાતે ભવ્ય સભા યોજી રેલી યોજી ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ અને હરિ ચૌધરીની ઉપસ્થિતિ  ઉમેદવારી પત્ર ભર્યું હતું.

Related posts

હાર્દિક પટેલ જામનગરમાં આઠમીએ સભા ગજવશે

Nawanagar Time

ઉનાળાના પ્રારંભે જ સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 350 ગામોમાં ટેન્કરરાજ

Nawanagar Time

તલાટીઓ ગામડાંમાં હાજર ન રહે તે નહિ ચાલે: ’ઈ-ટાસ’ ધ્યાન રાખશે

Nawanagar Time

Leave a Comment