Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

ચેતી જજો…ગુજરાતમાં 8000 શિક્ષકોને છૂટા કરાશે

8000-teachers-will-be-released-in-gujarat

ગુજરાતની શાળાઓમાં 20000 શિક્ષકોની ઘટ વધી 28000 થશે

ગાંધીનગર:-સમગ્ર દેશમાં 2009થી શિક્ષણ મેળવવાનો કાયદો અમલી બનાવાયા બાદ ગુજરાતે મોડે મોડે 2011થી તેનો અમલ કર્યો હતો. કાયદાને 10 વર્ષ થઈ ગયા હોવા છતાં ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાં તેનો અમલ કરાવ્યો નથી.  કાયદાની એવી જોગવાઈ છે કે શિક્ષકો પીટીસી થયેલાં હોવા જોઈએ. આવી લાયકાત ન ધરાવતાં હોય એવા ગુજરાતમાં 8680 શિક્ષકો છે. જેમની સામે ગુજરાત સરકારે હજુ સુધી પગલાં લીધા નથી કારણ કે ગુજરાતમાં મોટાભાગની ખાનગી શાળાઓ સાથે નેતાઓ જોડાયેલા છે. તેથી સમગ્ર દેશમાં શિક્ષણમાં ગુજરાતનું સ્થાન 12માં નંબર પર આવે  રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-2009 મુજબ યોગ્ય ઠરતા નથી એવા 8680 બિનતાલિમી શિક્ષકો છે. જેમને માર્ચ 2019 સુધીમાં નોકરી પરથી દૂર કરવા કહી દેવામાં આવ્યું છે. તેઓ શિક્ષક તરીકેના પ્રોફેશનલ કોર્સ જેવા કે બીએડ, પીટીસી, બેચલર – ડિપ્લોમા ઈન એલિમેન્ટરી એજ્યુકેશન વગેરે લાયકાત ધરાવતાં નથી. વળી,  જે શિક્ષકો ફરજ બજાવે છે તેમણે ધોરણ 12માં 50 ટકા મેળવેલાં હોવા ફરજિયાત છે. નહીંતર તે શિક્ષક તરીકે લાયક નથી. સરકારે આ અંગે સરવે કર્યો ત્યારે એવું બહાર આવ્યું હતું કે, શિક્ષકો લાયક ન હોવાના કારણે ગુજરાતમાં માત્ર 58.78 ટકા વિદ્યાર્થીઓ વાર્તાની ચોપડીઓ, સમાચારોના મથળા અથવા જાહેરાત વાંચી શકે  મતલબ કે 40 ટકા બાળકોને તો વાંચતાં નથી આવડતું. જ્યારે શિક્ષકોતો માત્ર 8680 જ છે. તેનો સીધો મતલબ કે વિદ્યાર્થીને વાંચતા નથી આવડતું એવા વિદ્યાર્થી માટે સરકાર પોતે અને 50 ટકા શિક્ષકો જવાબદાર છે. એપ્રિલથી કોઈ શાળામાં આવા શિક્ષકો પકડાશે તો શાળાને પહેલા ગુના બદલ રૂ.10 હજારનો દંડ અને  ગુના માટે દરેક શિક્ષક દીઠ રૂ.25 હજાર દંડ કરાશે. કેન્દ્ર સરકારે ગુજરાતને આવા શિક્ષકો સામે પગલાં લેવાનું કહ્યું હોવા છતાં બે વર્ષથી ગુજરાતનું શિક્ષણ વિભાગ કોઈ પગલાં લેતુ નથી. કેન્દ્ર સરકારે આ માટે નેશનલ ઇન્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ (ગઈંઘજ)નો એક ઓનલાઈન કોર્ષ કરવાનું કહ્યું હતું.

સરકારે એક કોર્ષ તૈયાર  હતો. જેનું નામ ડિપ્લોમા ઈન એલિમેન્ટ્રી એજ્યુકેશન રાખવામાં આવ્યું છે. જેમાં 14.97 લાખ અરજીઓ આવી હતી. જેમાં 12 લાખ બિનતાલીમી શિક્ષકો જે 9.25 લાખ પ્રાઈવેટ સ્કુલોમાં ભણાવે છે, જ્યારે 3.53 લાખ શિક્ષકો સરકારી સ્કુલોમાં ભણાવે છે. બિહારમાં 2.8 લાખ, ઉત્તર પ્રદેશમાં 1.95 લાખ, મધ્યપ્રદેશમાં 1.91 લાખ અરજી આવી હતી.

Related posts

કાલે રાજ્યમંત્રી હકુભાનો લોકદરબાર

Nawanagar Time

જગત મંદિર ગંદકીમાં ઘેરાયું

Nawanagar Time

હવે પેટ્રોલ-ડીઝલની જેમ વીજળીના ભાવમાં પણ વધ-ઘટ

Nawanagar Time

Leave a Comment