Nawanagar Time
ગુજરાત જામનગર

ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિ શાળા દ્વારા 90 મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો

90th-annual-festival-commemorated-by-night-school-of-bhoi-caste-youth-society

જામનગર:-તાજેતરમાં ભોઈ જ્ઞાતિ યુવક મડળ રાત્રી શાળા દ્વારા 90 માં વાર્ષિક મહોત્સવની ઉજવણી ભોઈ સમાજની વાડી જામનગર ખાતે કરવામાં આવી હતી. આ તકે બાળકો દ્વારા ડાન્સ,ફેન્સી ડ્રેસ સ્પર્ધા તેમજ વકૃતત્વ આપવા માં  આવ્યા હતા. આ તકે જામનગર મહાપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવા રાત્રી શાળાના પ્રમુખ પ્રિતેશભાઇ મહેતા, ઉપપ્રમુખ વિશાલભાઇ દાઉદીયા, મંત્રી સાગરભાઇ મહેતા તેમજ વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવા આપનાર સુરેશભાઈ વારા, આશિષભાઇ રાઠોડ, જીજ્ઞેશભાઇ ભટ્ટ, જયાબેન ચૌહાણ અને મયુરીબેન સોલંકી હાજર રહ્યા હતા. આ સન્માન સમારોહ કાર્યક્રમ માં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર યુવાનો અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. જેમાં કાર્યક્રમનું સંચાલન સહમંત્રી મિતેશભાઇ દાઉદિયા  દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે જ્ઞાતિના  માતાઓ, બહેનનો, યુવાનો, બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળતાપૂર્વક પાર પાડવા માટે રાત્રી શાળા ના તમામ કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ પ્રસંગે તમામ જ્ઞાતિજનોનું  ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રી શાળા આભાર વ્યકત કયો હતો.

Related posts

જામનગરમાં ડેઈલી બચતના નામે ફૂલેકું ફેરવતી ખાનગી પેઢી

Nawanagar Time

રાજ્યમાં 10 નવા કોરોના પૉઝિટીવ: ટોટલ 105

Nawanagar Time

GST મુદ્દે આરોપીઓને જામીન મુક્ત કરતી કોર્ટ…

Nawanagar Time

Leave a Comment