Nawanagar Time
ગુજરાત જામનગર

બાઇક સાથે બળદ અથડાયો, એકનું મોત

a-bull-struck-with-a-bike-one-killed

લતીપર ગામે બાઈકે શ્રમિક યુવાનને ઠોકર મારી ગંભીર ઇજા પહોંચાડી

જામનગર:-જામનગર નજીક પીપળી ગામ પાસે રસ્તા પર પસાર થતા મોટર સાયકલ સાથે બળદ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય બે મિત્રોને ઇજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે લતીપર ગામે એક મોટર સાયકલે ઠોકર મારતા શ્રમિક યુવાનને ગંભીર ઇજા પહોંચી છે.

જામનગર નજીકના પીપળી ગામ પાસે બે દિવસ પૂર્વે પસાર થતા એક મોટર સાયકલ જીજે 10 ડીબી 6105 સામે એકાએક બળદ આવી જતા મોટર સાયકલ તેની સાથે અથડાઈ ગયું હતું. જેમાં જામનગરમાં ગોકુલનગર રામનગર 6 શંકર ના મંદિર ની સામે રહેતા હિતેશ દેસુરભાઇ કંડોરીયા જાતે આહીર ઉવ.27 નામના યુવાનને માથા સહિતના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયુ હતું. જ્યારે તેની સાથે રહેલા

ભરતભાઇ તથા મનોજભાઇ નામના બે મિત્રોને ઓછી વતી ઇજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ધ્રોલ તાલુકાના લતીપર ગામે  લખમણભાઇ દલસુખભાઇ બારીયાને મો.સા. ચાલક રજી. નં. ૠઉં-10-અઇં-6350 વાળાએ ઠોકર મારી  માથામાં તથા ડાબા પગમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે મોટર સાયકલ ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

આવકના દાખલાને કારણે વિદ્યાર્થીઓના એડમિશન અટક્યા, ઓનલાઈન સિસ્ટમ સામે રોષ

Nawanagar Time

સચાણા શીપ બ્રેકીંગ યાર્ડની મંજુરી બદલ સરકારનો આભાર માનતા સાંસદ

Nawanagar Time

જામનગરમાં ચાની પાર્સલ સુવિધા શરૂ કરાવવા માંગ

Nawanagar Time

Leave a Comment