Nawanagar Time
દ્વારકા ધાર્મિક

દ્વારકામાં પોષી પૂનમે ભાવિકોની ભીડ ઉમટી

દ્વારકા: દ્વારકાધીશના મંદિરે પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતાં હોય છે ત્યારે પોષી પૂનમે મંદિરે ખૂલે અને મંગળાના દર્શન થાય તે પહેલા જ ગોમતી ઘાટે ભાવિકો સ્નાન કરવા ઉમટતાં તંત્ર ધંધે લાગ્યું હતું.

પોષી પૂનમે દ્વારકામાં ગોમતી સ્નાનનું મહત્વ જોતાં ભાવિકોની ભીડ જમા થાય તેમ હોવાથી ડીવાયએસપી શારડા દ્વારા આગોતરૂં આયોજન કરાયું હતું અને સવારે 4-30 વાગ્યે ગોમતી ઘાટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે, 6થી 7 હજાર જેટલાં ભાવિકો પોષી પૂનમના સૂર્યોદય પહેલાં ગોમતી સ્નાન કરવા ઉમટતા પોલીસ તંત્ર ધંધે લાગ્યુ હતું અને તાકીદે સ્ટાફ બોલાવીને વ્યવસ્થા કરી હતી જોકે આવેલા યાત્રાળુઓએ ઘાટ પર હજારોની સંખ્યામાં ઓખાના સાથિયા તથા વચ્ચે દીધો અને નદીમાં દીવો તરતો મુકયા સવારે છ વાગ્યે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતાં.

દ્વારકા દર્શનાર્થીઓની ભીડ બાબતે જિલ્લા તંત્ર તથા ડીવાયએસપી શારડાનું ધ્યાન દોરતા તેમણે ગઇકાલે બપોરે જ બે નંબરનો ગેટ ખોલી નંખાવતા ત્રણમાંથી બે ગેઇટ ખુલી જતાં લોકો નિરાંતથી દર્શન કરવા જઇ શકયા હતા તથા પ્રવાસીઓમાં પણ રાહતની લાગણી ફેલાઇ હતી. પોલીસ દ્વારા વ્યવસ્થિત લાઇનમાં યાત્રિકોને ઉભા રાખવા પણ વ્યવસ્થા થઇ હતી.

Related posts

આર્થિક સહાય માટે સરકાર સમક્ષ ખોળો પાથરતા ઓખામંડળના ફોટોગ્રાફરો

Nawanagar Time

કાલાવડમાં કમોસમી કહેરથી જીરૂ, ચણા, ઘઉં બરબાદ

Nawanagar Time

ખંભાળિયામાં કરોડોપતિ લોહાણા વૃદ્ધાનું અપહરણ, બાદમાં મુક્તિ!

Nawanagar Time