Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ફટાકડા ફોડવાના અગાઉના મનદુ:ખથી યુવાન પર ઘાતક હુમલો

a-deadly-attack-on-young-man-in-jamnagar

જામનગર:-જામનગરમાં  અંધાશ્રમ નજીક એક યુવાન પર આઠ શખ્સોએ હુમલો કરી સખત માર મારી ગંભીર ઇજા પહોંચાડ્યાની પોલોસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. કાળી ચૌદસના દિવસે ફટાકડા ફોડવા બાબતે બે આરોપીઓ સાથે થયેલ માનદુ:ખને લઈને યુવાનના ઘરે પહોંચી આરોપીઓએ માર માર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવની પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શહેરના અંધાશ્રમ નજીમ આવાસમાં બ્લોક નંબર 13 માં રહેતા અને કડિયા કામ કરતા હિતેષભાઇ બચુભાઇ ગોસ્વામી જાતે.બાવજી ઉવ.27 નામના યુવાન પર કાદર,  રામસિગ બાવરી તથા છ અજાણ્યા શખ્સોએ યુવાનના ઘરે ટોમી તથા લાકડાનો ધોકો તેમજ લાકડી સહિતના હથિયારો સાથે ઘસી જઇ હુમલો કર્યો હતો. જેમાં યુવાનને આડેધડ માર મારતા  માથામા સાત ટાંકાની ઈજા તથા ડાબા હાથમા તેમજ ડાબા પગમા ફેકચર સહિતની ઇજા પહોંચાડી આરોપીઓ નાશી ગયા હતા.આ બનાવ અંગે પોલિસે તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ 325, 504, 506(2), 143, 147, 148, તથા જી. પી. એકટ કલમ 135(1)  મુજબ ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે. ઘાયલ યુવાનની બહેન નીરુ સાથે અઢિ માસ પહેલા કાળી ચૌદસની રાત્રે આરોપી કાદર સાથે ફટાકડા ફોડવા બાબતે  બોલાચાલી થઈ હતી. આ વખતે ઝઘડો થતા તેણીની  માતાએ આરોપી સામે પોલીસમાં અરજી કરી હતી. જેનો ખાર રાખીને આ હુમલો કરાયો હોવાનું જાહેર થયું છે.

Related posts

સરકારી ફાયર એન્ડ સેફ્ટિ અંગેની ગાઈડલાઈનનો ઉલાળીયોઃ કોર્પોરેટર હુશેનાબેન સંઘાર

Nawanagar Time

ભગવાન મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા કે ચર્ચમાં જ નહિ પણ આપણી અંદર પણ વસે છે: શિવકૃપાનંદ સ્વામીજી

Nawanagar Time

બાલંભડીમાં વયોવૃદ્ધ મહિલાનો બીમારીથી કંટાળી આપઘાત

Nawanagar Time

Leave a Comment