Nawanagar Time
ગુજરાત જામનગર

625.40 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ: પાણી વેરામાં 150નો વધારો

a-draft-budget-of-rs-625-40-crore-represents-150-tax-increase-in-water-tax

જામનગર મહાનગર પાલિકામાં તોતીંગ પગાર ખર્ચ 1 રૂપિયે 29 પૈસા પગાર પાછળ: વાહન ટેકસ, સોલીડ વેસ્ટ કલેકશન અને મિલ્કતવેરામાં પણ વધારો સૂચવાયો

જામનગર:-આજે જામનગર મહાનગર પાલિકાનું નાણાંકીય વર્ષ 2019-20 માટેનું અંદાજ પત્ર મ્યુનિસીપલ કમિશ્નર રણજીતસિંહ બારડે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજૂ કર્યુ  625.40 કરોડના આ અંદાજપત્રમાં આગામી નાણાંકીય વર્ષમાં પાણીવેરો, મિલ્કતવેરો, વ્હીકલ ટેકસ, સોલીડ વેસ્ટ કલેકશન ટેકસ સહિતના કરવેરામાં વધારો સૂચવ્યો છે. જોકે જામનગર મહાપાલિકાનું આ અંદાજપત્ર રજૂ કરતી વેળાએ મ્યુનિસીપલ કમિશ્નર બારડે ગત વર્ષમાં પાણી પુરવઠા યોજના માટે બનાવવામાં આવેલી યોજનાઓ સાકાર કરતા સંતોષ વ્યકત કરી આવનારા દિવસોમાં પીવાના પાણી  મુશ્કેલ નહીં પડે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

આજે મ્યુનિસીપલ કમિશ્નર રણજીતસિંહ બારડે સ્ટેન્ડીંગ કમીટી હોલમાં વર્ષ 2018-19નું રીવાઇઝ અને 2019-20નું ડ્રાફટ અંદાજપત્ર મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષ જોશી સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષના અંદાજપત્રમાં દર્શાવેલ આયોજન ચાલુ નાણાકીય વર્ષમાં પુર્ણ કરી શકયા છીએ. ગત  રજૂ કરેલા ચાલુ વર્ષમાં મહત્વકાંક્ષી પ્રોજેકટો મહાનગર પાલિકાએ પુર્ણ કરેલ છે તેમાં સૌથી અગત્યની એવી અમૃત યોજના અંતર્ગત આજી-3 ડેમથી જામનગર સુધી પાણી પહોચાડવા માટેની પાઇપ લાઇનનો પ્રોજેકટ પુર્ણ થયો છે જેના કારણે દૈનિક 40 એમએલડી પાણી મળી રહ્યું છે જે અછતના આ વર્ષ માટે ખુબ જ અગત્યનું છે.  આવનારા વર્ષોમાં પણ  આ યોજના થકી જામનગર શહેરને મોટો લાભ મળશે. વધુ મ્યુનિસીપલ કમિશનરે એરફોર્સ તરફના રેલવે ઓવરબ્રિજનું કામ, ફાયર ટર્મીનરનું કામ, ડામર રોડના કામ, આવાસ યોજનાના કામ તેમજ સ્વચ્છ ભારત મીશન અંતર્ગત થયેલા કામો અંગે સંતોષ વ્યકત કર્યો હતો. આ તકે તેઓએ ઉમેર્યુ હતું કે, 1981માં નગરપાલિકામાંથી મહાનગર  બન્યા બાદ 2006માં 28 કિલોમીટરનું જામનગર આજે 128 કિલોમીટરનું થઇ ગયું છે ત્યારે છેવાડાના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામો ઝડપભેર થાય તે માટે મહાનગર પાલિકા કાર્યરત છે. ખાસ કરીને જામનગર શહેરને ટેન્કર મુકત કરવા ડીસ્ટ્રીબ્યુશન પાઇપ લાઇનો નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત  હદમાં ભળેલા ધુંવાવ, વિભાપર, ઢીંચડા, નાઘેડી તથા નગરસીમ વિસ્તારમાં આ કામગીરી ચાલુ કરવામાં આવી છે.

મ્યુનિસીપલ કમિશ્નર રણજીતસિંહ બારડે રજૂ કરેલા વર્ષ 2019-20 માટેના ડ્રાફટ બજેટમાં મિલ્કત વેરાના દરમાં વધારો સૂચવવામાં આવ્યો છે. કમિશ્નરના જણાવ્યા મુજબ મિલ્કત વેરાના દરમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી ત્યારે ચાલુ વર્ષના અંદાજ પત્રમાં  ઇમારતો માટે 25 ચોરસ મીટર સુધી વર્તમાન દર રૂા.200ના બદલે 380, 25 ચો.મી.થી વધુ અને 30 ચો.મી. સુધી વર્તમાન રૂા.250ના બદલે 480 અને 30 ચો.મી.થી 40 ચો.મી. સુધી 300ના 640 એટલે કે બમણાથી વધુ મિલ્કત વેરો વસુલવા સૂચવવામાં આવ્યો છે.

a-draft-budget-of-rs-625-40-crore-represents-150-tax-increase-in-water-tax
a-draft-budget-of-rs-625-40-crore-represents-150-tax-increase-in-water-tax

વર્ષ 2019-20ના અંદાજપત્રમાં મિલ્કતવેરામાં પણ મ્યુનિસીપલ કમિશ્નરે બમણા જેટલો  સૂચવ્યો છે જેમાં વાણીજ્ય હેતુ માટે 4 ના 7 દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ માટે 3ના 6, ઉદ્યોગ માટે 1.6ના 2.0 સૂચવાયા છે. એ જ રીતે મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા ડ્રાફટ બજેટમાં વ્હીલક ટેકસમાં વધારો સૂચવવામાં આવ્યો છે જેમાં સ્કૂટર મોટરસાઇકલના પ્રવર્તમાન રૂા.500ના બદલે 750, મોટરકારમાં 2500ના બદલે 3750, ટ્રક લકઝરી બસ  5000ના 7500 સૂચવાયા છે.

a-draft-budget-of-rs-625-40-crore-represents-150-tax-increase-in-water-tax
a-draft-budget-of-rs-625-40-crore-represents-150-tax-increase-in-water-tax

આ ઉપરાંત સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જમાં પણ વધારો સુચવી હાલના રહેણાંકના 20 રૂા. પ્રતિમાસના બદલે 33 રૂપિયા પ્રતિમાસ બીન રહેણાંક માટે 30ના 50 અને ઇન્ડસ્ટ્રીઝ માટે રૂા.50માંથી રૂા.83 પ્રતિમાસ કરવા સૂચવાયું છે.

નાણાંકીય વર્ષ 2019ના અંદાજપત્રમાં મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા રૂપિયો કયાંથી આવશે અને કયાં જશે  જે અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તેમાં ટેકસની આવક 25 પૈસા, ટેકસ વગરની આવક 35 પૈસા, એજ્યુકેશન શેષ 5 પૈસા, ઓકટ્રોય ગ્રાન્ટ 14 પૈસા, અન્ય ગ્રાન્ટ 15 પૈસા અને અન્ય આવક 6 પૈસા ગણી કુલ 100 પૈસા એટલે કે રૂપિયો ગણાવાયો છે. જેની સામે મહાપાલિકાની જાવક દર્શાવી છે જેમાં  રૂપિયામાંથી 29 પૈસા ફકત સ્ટાફ ખર્ચ પાછળ એટલે કે પગાર પાછળ વપરાતા હોવાનું જણાવાયું છે.

a-draft-budget-of-rs-625-40-crore-represents-150-tax-increase-in-water-tax
a-draft-budget-of-rs-625-40-crore-represents-150-tax-increase-in-water-tax

આ ઉપરાંત 25 પૈસા સફાઇ ખર્ચ, 1 પૈસો વહિવટી ખર્ચ, 15 પૈસા મરામત અને નિભાવ ખર્ચ, 11 પૈસા રેવન્યુ ગ્રાન્ટ ખર્ચ, એજ્યુકેશન શેષ લેબર વેલફેર પાછળ 4 પૈસા, જાહેર શિક્ષણ ખર્ચ 5 પૈસા, પરચુરણ  5 પૈસા અને કેપીટલ ટ્રાન્સફર પાછળ 2 પૈસા ગણી 100 પૈસા એટલે કે 1 રૂપિયાનો ખર્ચ આપવામાં આવ્યો છે.

Related posts

સમરસ હોસ્ટેલમાં મહેફીલ મંડાતા થયો હોબાળો

Nawanagar Time

જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ કાર્યપાલક મોડ સહિત રાજ્યના 55 ઇજનેરોની બદલી

Nawanagar Time

કોરોના વચ્ચે જામનગર જિલ્લામાં તાવ, શરદી, ઉધરસના વાયરા!

Nawanagar Time

Leave a Comment